તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • પાવાગઢની 3 હજાર ફુટ ઉંડી ખીણમાં યુવક યુવતીનો આત્મ હત્યાનો પ્રયાસ

પાવાગઢની 3 હજાર ફુટ ઉંડી ખીણમાં યુવક યુવતીનો આત્મ હત્યાનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવાગઢડુંગર ઉપર આવેલા તારાપુર નજીકથી પાદરા તાલુકાના જંબુસરની યુવતી અને દાહોદ જીલ્લાના લીમડી ગામના યુવકે 3 હજાર ફુટ ઉંડી ખીણમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવક યુવતીને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા. જયાં યુવતીની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ પાવાગઢ તારાપુર ખાતે સવારે નવ વાગ્યાના સુમારે એક યુવક અને યુવતીએ ખીણમાં કુદી જતા નજીકમાં આવેલ હોટલ માલીક જયેશભાઇએ પાવાગઢ પોલીસ અને સરપંચને બનાવ અંગેની જાણ કરતા પાવાગઢ પોલીસ મથકના પીએસઆઇ બી.એચ.રાઠોડ પોતાનો સ્ટાફ અને 108ની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જયાં સ્થાનિક શીવાભાઇ, મનીષભાઇ, ગીરીશભાઇ સહિતના લોકોએ પોલીસ સાથે મળી એક કલાકની ભારે જહેમત રેસ્કયુ ઓપરેશન બાદ ગંભીર રીતે ઘવાયેલા યુવક યુવતીને બહાર કાઢી સારવાર માટે 108 દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા. જયાં બંનેની પ્રાથમિક પુછપરછમાં યુવતીએ પોતાનું નામ યામીનીબેન મગનભાઇ પરમાર(ઉવ.20, રહે. જંબુસર, તા.પાદરા) જયારે યુવાન રવીભાઇ રમેશભાઇ ગારી (ઉવ.19,રહે.લીમડી,જી.દાહોદ)હોવાનું સપાટી પર આવ્યુ હતુ. હાલ યુવતીની

...અનુસંધાન પાના નં.2

હાલત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર આપી તેને વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. જયારે રવીનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી બંનેના વાલીવારસોને બનાવ અંગે જાણ કતા તેઓ હાલોલ રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બંનેએ આપઘાતનો પ્રયાસ કયા કારણોસર કર્યો છે તેની પોલીસ તપાસ કરી રહી છે.

અમનેસપનેય ખ્યાલ હતો કે બચી જઇશું

^પાવાગઢ ડુંગર ઉપર મોતની છલાંગ લગાવનાર પ્રેમીએ પહેલા યામીનીને કુદરત સાક્ષી રાખી ગળામાં મંગળ સુત્ર પહેરાવ્યુ હતું. તેમજ સેંથીમાં સિંદુર પુરવામાં પણ આવ્યુ હતું. ત્યાર બાદ અમે બન્નેએ એક બીજાના હાથ પકડી ખીણમાં કુદી ગયા હતા. અમોને સપનેય ખ્યાલ હતો કે અમે બચી જઇશુ. હું જાતે ચાલીને ખીણમાંથી બહાર આવ્યો છું.>રવી ગારી,ઇજાગ્રસ્તયુવાન

બનાવઅંગે નોંધ કરવામાં આવી છે

^બન્નેવચ્ચે છેલ્લા ઘણા સમયથી સંધ હતો. સમાજ એક નહી થવા દેની બીકથી બન્ને યુવક યુવતીએ ખીણમાં પડી આત્મહત્યાની કોશીષ કરી છે. બનાવ બાદ બન્નેના પરીવારો દવાખાને આવી પહોંચ્યા હતા. યુવતીને વડોદરા રીફર કરાઇ છે જ્યારે યુવાનને તેના પરીવારજનો ધરે લઇ ગયા છે. બનાવ અંગે નોંધ કરવામાં આવી છે. >બી.એચ.રાઠોડ, પીએસઆઇ પાવાગઢ

યુવતીની હાલત નાજુક હોવાથી વડોદરા સારવાર માટે ખસેડાઇ

અન્ય સમાચારો પણ છે...