હાલોલ પાવાગઢ રોડ પર કતલખાને લઇ જવાતા 4 પશુ બચાવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ |હાલોલ પોલીસ રાતે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પાવાગઢ રોડ કાળીભોઇ પાસે એક પીકઅપ વાનનો ચાલક શંકાસ્પદ રીતે વાહન ચલાવી જતો હતો. જેને પોલીસે રોકી તપાસ કરતાં વાનમાં ચાર વાછરડાં મુશ્કેટાટ બાંધેલા મળી આવ્યા હતા. પોલીસે શબ્બીર જાફર મકરાણી(રહે.રાજગઢ), નુરહુસેન અહેમદ હુસેન મકરાણી, બશીર અલી મકરાણીની ધરપકડ કરી હતી. જ્યારે જજનીક અબ્દુલ શેખની શોધખોળ આદરી છે. પેાલીસે ~16,000ના 4 વાછરડા તેમજ વાન મળી ~4.16 લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...