તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ જનરલ મોટર્સના કામદારો હડતાલ પર જશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલજનરલ મોટર્સ ખાતેના કામદારો પોતાના પડતર પ્રશ્નોના નિકાલ નહી આવતા તા. 20 માર્ચના રોજથી ઉપવાસ આંદોલન શરુ કરનાર હોવાનું જાણવા મળે છે.

કામદારોએ કંપનીના એચઆર મેનેજરને આપેલી લેખીત અરજીમાં ઉપવાસ આંદોલન કરવા શા માટે મજબુર થવુ પડ્યુ છે તેની પણ વિગતો આપી છે.આ કામદારો છેલ્લા બે મહિનાથી સરકાર અને કંપની મેનેજમેન્ટ સમક્ષ પોતાની વ્યાજબી રજુઆતો કરી રહ્યા છે.જેમાં કામદારોની હાલોલમાં રોજગારી જાળવી રાખવી અથવા હાલની વિઆરએસની રકમમાં વધારો કરવો અને આજીવન મેડીક્લેમ્પના સંદર્ભમાં તા. 15 માર્ચના રોજ ગાંધીનગર ખાતે લેબર કમિશ્નર સાથે બેઠક યોજાઇ હતી જેમાં કંપની મેનેજર જક્કી વલણ રાખીને વીઆરએસની રકમમાં કોઇપણ જાતનો વધારો કરવામાં નહી આવે તેવું જણાવ્યુ હતું.

આમ પુર્વાગ્રહથી પીડીત કંપની મેનેજમેન્ટે કામદારો પ્રત્યે અસંવેદનશીલતા દાખવીને કામદારોને ફરજીયાત પણે પુના મહારાષ્ટ્ર ખાતે બદલી કરી દેવાનું જણાવ્યુ છે.જેના વિરોધમાં કંપનીના 500 ઉપરાંતના કામદારો તા.20 માર્ચના રોજથી કંપનીમાં તમામ પ્રકારની કેન્ટીન ફેસેલીટીનો બહિસ્કાર કરી કંપની સમય દરમ્યાન નારા સાથે પ્રતિક ઉપવાસ આદરશે.પરંતુ કંપનીમાં ઉત્પાદન ચાલુ રાખવામાં આવશે. આમ વિદેશી કંપનીઓને સ્થાનિક કામદારો પ્રત્યે કોઇ સંવેદના હોવાની લાગણી કામદારો અનુભવી રહ્યા છે.

વીઆરએસની રકમમાં વધારો થતાં રોષ

પડતર પ્રશ્નોનો ઉકેલ આવતાં નિર્ણય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો