તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકમાસથી કાચાકામનો કેદી તરીકે સજા ભોગવતો હતો. જાકીર દ્વારા જેલગાર્ડનું ટીફીન આપી ગયા બાદ જેલગાર્ડે માનવતાના નાતે જમવા માટે પુછયુ હતુ કે જે બાબતે હા પાડતા જેલગાર્ડે જેલની કોટડીનો દરવાજો ખોલી હાથ ધોવાના બહાને બહાર નિકળ્યો હતો. અને હાથ ધોઇને જેલગાર્ડને ચકમો આપી ભાગી છુટયો હતો. બનાવના પગલે પંચમહાલ અને વડોદરાની પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જુદીજુદી ટીમો બનાવી બાતમીના આધારે વડોદરાના વારસીયા વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો.પોલીસ દ્વારા તેને હાલોલ પોલીસ મથકે સોંપતા પોલીસે તેને પુન: જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

ફરારકેદીએ રાત્રીના સમયે કરેલી ચોરી

જાકીરજેલમાંથી નાસીને હાલોલના રામપુર વિસ્તારમાં રહેતા ઉસ્માનભાઇ કુરેશીના ઘરમાં પ્રવેશી તેમની પત્નીએ પહેરેલા ચાંદીના છડા તેમજ મોબાઇલ મળી કુલ 14000ના મુદ્દ્માલની ચોરી કરી ઝાકીર વડોદરા ભાગી ગયો હતો.

સંતરામપુરનાહિરાપુર ગામે...

હિરાપુરતળાવ ખાતે અંતિમક્રિયા કરાઇ રહી હતી.તે દરમ્યાન ગામમાં રહેતા લાલાભાઇ વિરાભાઇ ખાંટ ગામના અન્ય યુવાનો સાથે તળાવમાં ન્હાવા પડ્યો હતો. જેમાં લાલાભાઇનું કમડીયાના વેલામાં ફસાતા તેઓ ડુબી ગયા હતા. જેના કારણે અન્ય યુવકો અને ગ્રામજનો દ્વારા લાલાભાઇની શોધખોળ આદરી હતી.સવારના 11 કલાકે ઘટેલી ઘટના બાદ ડુબેલા યુવકની શોધખોળ તરવૈયાઓ દ્વારા કરવામાં આવી રહી હતી પરંતુ તેનો કોઇ પત્તો લાગી શક્યો હતો.

આઠ કલાકની ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓની ટીમના અથાક પ્રયત્નોના કારણે મોડી સાંજના સમયે તળાવમાં ડુબેલા યુવકનો મ્રુતદેહ મળી આવ્યો હતો.મ્રુતક લાલાભાઇની લાશને તળાવમાંથી બહાર કાઢીને પીએમ અર્થે સંતરામપુરની સરકારી હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી.

તળાવમાં ડુબી ગયેલ યુવકની લાશ મળતા પરિવાર તથા ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી અને બનાવના પગલે ગામના લોકો મોટી સંખ્યામાં તળાવ કિનારે તથા દવાખાને ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો