તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ ટોલનાકા પાસે કન્ટેનર પાછળ કાર ઘુસી જતા 2ને ઇજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાવાગઢદર્શન કરીને પરત ફરી રહેલા વડોદરાના મકરપુરાના પરિવારની કારને હાલોલ ટોલનાકા નજીક બ્રેકડાઉન પડેલ ટેન્કર સાથે અકસ્માત સર્જાતા દંપતીને ઇજાઓ પહોચી હતી જ્યારે પાછળ બેઠેલી દશ વર્ષીય બાળાનો આબાદ બચાવ થયો હતો.ઇજાગ્રસ્તોને સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની પ્ર્પ્ત વિગતો મુજબ વડોદરા મકરપુરા ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા નરેશભાઇ ઉપાધ્યાય તેમની પત્ની દિપીકા અને દશ વર્ષની પુત્રી મારુતી વાન દ્વારા પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી પરત ફરતી વખતે હાલોલ બાસ્કા રોડ ઉપર ટોલનાકા નજીક બ્રેક ડાઉન પડેલ કંટેનર ની પાછળ મારુતી વાન ઘુસી જતા ચાલક નરેશભાઇ તથા તેમની પત્નીને ઇજાઓ પહોચી હતી.નરેશભાઇને ગંભીર ઇજાઓ પહોચતા તેમને પ્રથમિક સારવાર બાદ વડોદરા રીફર કરાયા હતા.જ્યારે દશ વર્ષિય પુત્રીનો પાછળ બેઠી હોવૌના કારણે આબાદ બચાવ થયો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે ટોલનાકા વાળાઓ દ્વારા બ્રેક ડાઉન પડેલ કંટેનર ની આસપાસ તથા પાછળ કોઇપણ પ્રકારના સંકેત આપે તેવા કોઇપણ સાધન મુકાયા હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.

ઇજાગ્રસ્તોને સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડ્યા

પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહેલા વડોદરાના પરિવારને અકસ્માત

પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહેલા વડોદરાના મકરપુરાના પરિવારની કારને હાલોલ ટોલનાકા નજીક બ્રેકડાઉન પડેલ ટેન્કર સાથે અકસ્માત સર્જાતા દંપતીને ઇજાઓ પહોચી હતી. તસવીરમકસુદ મલિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો