તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Halol
 • ફરસાણના વેપારીઓ દ્વારા ગ્રાહકો સાથે ચલાવાતી ઉઘાડી લુંટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરસાણના વેપારીઓ દ્વારા ગ્રાહકો સાથે ચલાવાતી ઉઘાડી લુંટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રરાજ્યમાં તમામ પ્રકારના કઠોડ અને દાળ,શાકભાજી તેલ અને મસાલાના ભાવોમાં ઘરખમ ઘટાડો જોવા મળે છે છતાં હાલોલના ફરસાણના વેપારીઓ આજે પણ મહિના પહેલાના ભાવથી વેચાણ કરીને ઉંઘાડી લુંટ ચલાવી રહ્યા છે.અને ગ્રામ્ય પ્રજાને લુટી રહ્યા છે. છતા તંત્ર દ્વારા વધેલા ભાવો ઘટાડવા માટે નથી ફરસાણના વેપારીઓની બેઠક બોલાવી કે પછી કોઇ પગલા પણ લેવાયા નથી.

ફરસાણમાં વપરાતી સામગ્રીના જુના અને નવા ભાવો જડોઇએ તો ખ્યાલ આવશે કે ફરસાણના વેપારીઓની સાથેસાથે છુટ્ટ નાસ્તાની લારીઓ ચલાવતા ઇસમો પણ લુંટ ચલાવી રહ્યા છે.હાલ શાકભાજીના ભાવો સાથે સાથે દાળ તથા કઠોડના ભાવોમાં ઘરખમ ઘટાડો આવ્યો છે. પહેલાના થોડા સમય કરતા હાલમાં લીલા મરચા,ધાંણા ડુંગરી લસણ આદુ ભાજીઓ ના ભાવોમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે.પરંતુ વેપારીઓ દ્વારા હાલ પણ જુનાજ ભાવે વેચાણ કરીને તગડો નફો મેળવી વેપારીઓ પોતાના ખીસ્સા ભરી રહ્યા છે.હાલોલમાં ખમણ આજે 180 રુપીયે કીલોના ભાવે વેચાય છે ત્યારે વડોદરા ખાતે 100 થી 120 રુપીયે કીલોમાં મળે છે.હાલ ફરસાણના ભાવ માં ઘટાડો નહી કરીને વેપારીઓ દ્વારા ગ્રામ્ય જનતા સાથે ઉઘાડી લુંટ ચલાવાઇ રહી છે .આમ હાલોલના પ્રાન્તત અધિકારી,મામલતદાર અને પુરવઠા વિભાગના અમલદારો બાબતે પ્રજાકિય હિતમાં ફરસાણના ભાવોમાં ઘટાડો કરવા અંગેની મીટીંગ બોલાવી ભાવ અંગેની તજવીજ હાથ ધરાય તેવી લોક માંગણી હાલ તો ઉઠવા પામી છે.

તંત્ર દ્વારા કોઇ બેઠક કે પગલાં લેવામાં આવ્યા નથી

જુનાજ ભાવે વેચાણ કરીને તગડો નફો મેળવાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો