તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘંબા તાલુકામાં સરપંચ, તલાટી,અધિકારીઓની બેઠક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘોઘંબાનાગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સંભવિત મુશ્કેલીઓ ઉભી થનાર છે. જેનું આગોતરૂં આયોજન કરી ગ્રામિણ જનતાને પરેશાનીથી ઉગારી જરૂર જણાયે અને પાણીની સંભવના ધરાવતા સ્થળો અને ફળીયામાં હેન્ડ પમ્પકરવા, પાણીનીટાંકીતથા નર્મદા નહેરઆધારિત પીવાના પાણીની વ્યવસ્થાઓઅગાઉથી આયોજન કરી શકાય છે.

માર્ગ અને મકાન,ઉચ્ચઅને ટેકનીકલ શિક્ષણ રાજય મંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં ઘોઘંબા ખાતે તાલુકાના સરપંચો, તલાટીઓ તથા જિલ્લા તાલુકાના પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે ઘોઘંબા તાલુકો ડુંગરાળ અને પથરાળ વિસ્તાર હોવાથી આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણીની મુશ્કેલીની સંભાવના જોતા તેનું આગોતરૂં આયોજન જરૂરી છે.

ઉદભવનારી પરિસ્થિતિને હળવી કરી શકાય

^ગતવર્ષના ઉનાળામાં ઘોઘંબા તાલુકાના ૨૫ જેટલા ગામોમાં પીવાના પાણીના પ્રશ્નો ઉભા થયા હતાં. ટેન્કર દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવ્યાં હતાં. ચાલુ વર્ષે આવી કોઇ પરિસ્થિતિ ઉભી થાય તે માટે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું છે. જેથી પાણીની સંભવિત સમસ્યા ધરાવતા ગામો અને વિસ્તારોને પહેલેથી ઓળખી તે પ્રમાણેનું આયોજન કરી ઉનાળા દરમિયાન ઉદભવનારી પરિસ્થિતિને હળવી કરી શકાય. >એ.કે ગૌતમે,હાલોલપ્રાંત અધિકારી

આગોતરૂ આયોજન કરવા અપીલ

પીવાના પાણીની સમસ્યા અંગે ચર્ચા

પીવાના પાણીની ઉભી થનારીસંભવિત મુશ્કેલીને હલ કરવા ઘોઘંબા તાલુકાના સરપંચોની બેઠક યોજાઇ હતી.- મકસુદમલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો