તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમમાં નિષ્ફળતાં મળતાં પ્રેમી યુગલનો ગળાફાંસો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | ઘોઘંબા/હાલોલ

ઘોઘંબાતાલુકાના દામાવાવ પોલીસ મથકની હાદમાં આવેલ મલ્લાકુવાની યુવતી અને જોરાપુરાના યુવાને પ્રેમમાં નિષ્ફળતા મળતા તથા પ્રેમિકાના લગ્નની તારીખ નક્કી થઇ જતા અને લગ્ન નક્કી થયા બાદ પણ પ્રેમિકા મોબાઇલ પર વાત કરતી હતી. તે તેના પિતા જોઇ જતા તેને ઠપકો આપતા મૃતક સોનલબેન તા.19 માર્ચના રોજ સાંજ 6 વાગે કોઇને કહયા વગર ઘરેથી નિકળી ગઇ હતી. આજે સવારે તેમનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા જોરાપુરા અને મુલ્લાકુવામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

અંગે દામાવાવ પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મલ્લાકુવા ગામની સોનલબેન ચંદુભાઇ બારિયા અને જોરાપુરા ગામના કનુભાઇ અમૃતભાઇ બારિયા વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો અને સાથે જીવન જીવવાના કોલ આપ્યા હતા. પરંતુ સોનલના પરિવારજનોએ સોનલના લગ્ન અન્ય સ્થળે કરી માર્ચ માસની તા.24મીએ લગ્ન લેવાનું નકકી કરી કંકોત્રીનું વેચાણ થઇ ગયુ હતુ. ત્યાર બાદ ગત રોજ તા.19 માર્ચ રવિવારે સોનલ મોબાઇલ ઉપર વાત કરતી હતી તે તેના પિતા ચંદુભાઇ જોઇ જતા સોનલને તતડાવી હવે તારા લગ્ન ત્રણ દિવસ બાદ થશે અને તું અન્ય છોકરાઓ સાથે વાત કરે છે કહીખુબ ખખડાવતા સોનલ તા.19ના રોજ ચાર વાગે ઘરમા કોઇને કહયા વગર ઘરેથી નીકળી ગઇ હતી. અને આજે સવારે 8 વાગે જોરાપુરાની સીમમાં આવેલ મહુડાના વૃક્ષની ડાળી ઉપર પ્રેમીપંખીડાઓના ગળેફાંસો ખાધેલી હાલતમાં બે મૃતદેહ લટકે છે, તેની જાણ થતા તપાસ કરતા તે મૃતદેહ સોનલ અને તેના પ્રેમી કનુ અમૃતભાઇ પટેલને હોવાનું ફલિત થતા સોનાના પિતા ચંદુભાઇએ દામાવાવ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરતા પોલીસે મૃતદેહને ઉતારી પીએમ માટે મોકલ્યા હતાં.

મલ્લાકુવાની યુવતી અને જોરાપુરાના યુવાને આપઘાત કર્યો

યુવતીનું24મીએ લગ્ન નક્કીકરી કંકોત્રીઓ વહેંચાઇ હતી

ઘોઘંબાના જોરાપુરાની સીમમાં પ્રેમીપંખીડાઓના ગળેફાંસો ખાઇ આપઘાત કરતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.- મકસુદમલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો