તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Halol
 • પાણીની કૃત્રિમ તંગી ઉભી થતા પોલીસ પરિવારો મુશ્કેલીમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની કૃત્રિમ તંગી ઉભી થતા પોલીસ પરિવારો મુશ્કેલીમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રનગરની સલામતી જેના શીરે છે એવી હાલોલ પોલીસની જુની પોલીસલાઇનમાં છેલ્લા 20 કરતા વધારે દિવસોથી પાણીની કૃત્રિમ તંગી ઉભી થતા પોલીસ પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગાય છે.ખરેખર તો નગર પાલીકા દ્વારા તમામ પરિવારોને પાણીનીલાઇનમાંથી નળ કનેકશન આપી દેવા જોઇએ તેના માટે જરુરી કાર્યવાહીની પૂર્તતા કરીને પણ પાણીના જોડાણો આપવા જોઇએ એવી માંગ ઉઠી છે.

આમેય પોલીસના મોઢે શિસ્તની લગામ હોવાના કાણે પોતાની સમસ્યા અંગે રજુઆત ઉપરી અધિકારીઓને કરી શકતા નથી. પરંતુ જીવનાર્થે જરુરીયાત એવા પાણીની તંગીના કાણે ખાસ કરીને પોલીસ પરિવારોની મહીલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. વહેલી સવારથી પાણીનો કકળાટ શરુ થઇ જાય છે. પોલીસ કર્મચારીઓ 12 થી 18 કલાક ફરજ બજાવી ધરે આવી થોડો આરામ કરે ને મોબાઇલ રણકી ઉઠે એટલે ઉઠીને દોડવુ પડે. ત્યારે ન્હાવાનું પાણી હોય. પોલીસ લાઇન પોતાનો બોર કરાવેલ છે. તેની મોટર બગડી જતા સમસ્યા ઉભી થઇ છે. ખરેખર તો નગર પાલીકા દ્વારા તમામ પરિવારોને પાણીનીલાઇનમાંથી નળ કનેકશન આપી દેવા જોઇએ તેના માટે જરુરી કાર્યવાહીની પૂર્તતા કરીને પણ પાણીના જોડાણો આપવા જોઇએ એવી માંગ ઉઠી છે. બોરની મોટર બગડી બોરની બોટર બગડી જતા પોલીસ પરિવારોને હગામી ધોરણે પાલીકાને પાણી આપવા રજુઆત કરવા છતાં પાલીકાએ માનવતાના ધોરણે પાણી આપવાના બદલે આંખે અનેકાન ઉપર જો સતાધિશોએ પાટા બાંધી દીધા હોય તેવુ વર્તન દાખવી પાણી આપવાની કોઇ કાર્યવાહી કરી નથી. અગાઉ પાણીની પાઇપ લાઇન નંખાઇ હતી. પરંતુ રોડને નવા બનાવવાની કામગીરી દરમ્યાન લાઇન તૂટી ગયા બાદ તેનું રીપેરીંગ કરતા નદી કિનારે છતાં વલખા મારી રહયા છે.

પાણીના જોડાણો અપાય એવી માંગ ઉઠી

હાલોલની જુની પોલીસ લાઇનમાં તંગી

હાલોલની જુની પોલીસ લાઇનમાં છેલ્લા 20 દિવસથી પાણીની કૃત્રિમ તંગી ઉભી થતા પોલીસ પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગાય છે. તસવીરમકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો