તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલના સિંધવાવ તળાવ પાસે શૌચાલયના અભાવે હાલાકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા સફાઇ ઝૂંબેશ અને ઘેરઘેર શૌચાલયો માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે. અને તે માટે સર્વિસ ટેકસ ઉપર સરચાર્જ નાંખી ભંડોળ એકઠુ કરે છે. જેમાંથી હાલોલ નગર પાલીકાને પણ શૌચાલયો બાંધવા ગ્રાન્ટ આવતી હોય છે. તેનો ઉપયોગ જાહેર સ્થળોએ શૌચાલયો બનાવીને કરવાનો હોય છે.

આમ છતાં હાલોલ પાવાગઢ રોડ પર આવેલા પૌરાણીક સિંધવાવ તળાવ પાસે કોઇ શૌચાલય બનાવાયુ નથી. શ્રી કાલીકા માતાજીનુ઼ મંદિર પાવાગઢની ટોચે આવેલુ છે. હવે ચૈત્રી માસ શરુ થતા ચૈત્રી નવરાત્રીમાં લાખો લોકો પગપાળા સંઘો લઇ પાવાગઢ ઉમટશે. તમામ ભકતો સિંધવાવ માતાના મંદિરે એકઠા થાય છે. આરામ કરે છે અને રસોઇ બનાવી જમે છે. પહેલા અહીં આવેલા તળાવમાં બારે માસ પાણી ભરાયેલુ રહેતુ હતુ. જેથી ભકતો ન્હાવા ધોવા તળાવનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે કાયમ તળાવ ખાલીખમ રહે છે. જેથી ગણપતી વિસર્જન કરવા માટે દેવડેમ સુધી લાંબા થયુ પડે છે. પવિત્ર અને પૌરાણીક જગ્યાએ શૌચાલય બનાવવા માટે કાલોલ તાલુકાના કાનોડના સંતશ્રી ગજાનંદપુરી મહારાજ સિંધવાવ માતાજીના મંદિરે દરેક નવરાત્રીમાં ભકતો માટે બનતી સેવા કરે છે. તેઓ દ્વારા પાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચિફઓફસર અને જીલ્લા કલેકટર સમક્ષ અહી શૌચાલય બનાવી આપવા રજુઆત કરી હોવા છતાં સરકારી તંત્ર દ્વારા કોઇ પગલા ભરાયા નથી. ત્યારે સ્વામીજી પોતપોતાના ભંડાળ દ્વારા તથા દાતાઓની મદદથી અહી શૌચાલયની કવાયત હાથ ધરી છે.

સફાઇ મુદ્દે કરોડોની ગ્રાન્ટ મળે છે

પાવાગઢ રોડ પર કોઇ શૌચાલય નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો