તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનરલ મોટર્સના કામદારો દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલઔદ્યોગિક વસાહત પાસે આવેલી જનરલ મોટર્સ કંપનીના કામદારોએ કંપનીની કામદાર વિરોધી નિતી સામે લડત શરુ કરી દીધી છે. આજે કામદારોએ પોતાની ફરજ પર હાજર થયા હતા. પરંતુ તમામે પ્રતિક ઉપવાસ રાખીને ઉત્પાદન પ્રક્રિયા શરુ રાખી હતી.

જનરલ મોટર્સ એમ્પ્લોઇઝ યુનિયન દ્વરા એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વારંવાર યુનિયન દ્વારા સરકાર અને કંપનીને વીએસએસની રકમ વધારવા માટેની વ્યાજબી માંગણી કરાઇ હતી. અત્યારે કંપનીએ યોજના હેઠળ જે સ્કીમ મુકી છે તે સ્કીમનો લાભ ફકત અને ફકત કંપનીમાં કામ કરતા સુપરવાઇઝરોને થાય છે. તેની સામે જેકામદારોએ પોતાના જીવનના અમુલ્ય વર્ષો કંપનીમાં આપી ચુકયા છે. તેઓને સ્કીમ નજીવી રકમ આપી કરાતા અન્યાય સામે અવાજ ઉઠાવવા કામદારોને મજબુર થવુ પડયુ છે. યુનીયન દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ છેલ્લા 3 મહિનાથી રજુઆતો કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્ય વચ્ચે મુ.મંત્રીએ કામદારોને મળવાનો સમય આપ્યો નથી. તે દુ:ખદ બાબત છે. જયારે કામદારોની એવી લાગણી છે કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી યુનિયનના પ્રતિનિધિઓને મળી બાબતે રસ લઇ તેમના પ્રશ્નોનું સમાધાન કરાવે. વિદેશી કંપની કોઇને ગાંઠતી નથી. કરોડો રૂપિયાની સબ સીડી વાળી જમીનો ખેડૂતો પાસેથી લઇ સરકારે હિન્દુસ્તાન મોટર્સને આપી હતી. કંપનીએ જેતે વખતે સ્થાનિક કામદારોને લટકતા મુકી ઉત્પાદન બંધ કરી અમેરીકાની જનરલ મોટર્સ કંપનીને વેચી તગઢો નફો કમાઇ લીધો હતો. આવે આજ જનરલ મોટર્સ કંપની ચાઇનીઝ મોટર ઉત્પાદક કંપનીને વેચીને ઉત્પાદન બંધ કરી મહારાષ્્ટરના પ્લાન્ટમાં અહીંના ઉત્પાદનો લઇ જનાર છે. હવે કામદારોનો આધાર માત્ર રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની તેઓ જણાવી રહયા છે. અને મુખ્યમંત્રી કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાવી આપે અને ના થાય ત્યાં સુધી તમામ કામદારો કંપનીમાં રાબેતા મુજબનું ઉત્પાદન કામ કરશે. પરંતુ ફરજના સમય દરમ્યાન તેઓ પ્રતિક ઉપવાસ કરશે. કામદારોની પ્રમાણીકતાને કંપનીવાળા કમજોરી સમજવાનું ભુલ કરી રહયા હોવાની લાગણી કામદારો અનુભવી રહયા છે.

વિરોધ વચ્ચે ઉત્પાદન પ્રક્રિયા યથાવત

કામદાર વિરોધી નિતી સામે લડત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો