• Gujarati News
  • દિવાળીના પર્વ ટાણે હાલોલની ઇલેક્ટ્રિકલ દુકાનમાં ભિષણ આગ

દિવાળીના પર્વ ટાણે હાલોલની ઇલેક્ટ્રિકલ દુકાનમાં ભિષણ આગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીનાતાકડે હાલોલના રાણાવાસમાં ગત રાત્રીના સમયે જોષી ઇલેક્ટ્રીકલ નામની દુકાનમાં આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. બનાની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવ્યા હતા. અને અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જોકે તે અગાઉ આગમાં માલસામાન બળીને ખાખ થતા અંદાજીત 4 લાખનુ નુકસાન પહોંચ્યુ હોવાનું જાણવા મળે છે.

છેલ્લા 25 વર્ષથી હાલોલના રાણાવાસમાં જોષી ઇલેક્ટ્રીકલ નામની દુકાન આવેલી છે તેમના માલીક ભરતભાઇ જંયતીલાલ જોષી વ્રજઘામ સોસાયટીમાં રહે છે. દિવાળીના તહેવાર હોવાથી ઇલેક્ટ્રિક સામ, જેવાકે, રોશની કરવા માટેની વિવિધ આઇટમ, ઇલેક્ટ્રક વાયરો, પંખા, ઇસ્રી, વગેરે મળી અંદાજે 2.5 લાખનો સામાનનો સ્ટોક કર્યો હતો. હાલોલ પોલીસ મથકે જયકુમાર જંયતીલાલ જોષીએ નોંધાવેલી જાણવા જોગ અરજી મુજબ દુકાનમાં રાખેલા ફ્રીઝના વાયરો ઉંદર કાપી નાંખ્યા હતા. જેના બે છેડા ભેગા થતા કોમ્પ્રેશર ફાટતા આગ ભભુકી ઉઠી હતી. મધ્ય રાત્રીના સમયે નગરજનો મીઠી નિંદરમાં હતા ત્યારે આગની જ્વાળાઓ તથા અવાજને પગલે લોકો જાગી ગયા હતા. અને ફોન દ્વારા ભરભાઇ જોષીને આગના બનાવની જાણ કરી હતી. તેમજ આગ માટે 108ને ફોન કરતા તેઓએ હાલોલ નગર પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી.જેથી ફાયટરો દોડી આવ્યા હતા. અને તાત્કાલીક આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. એકાએક લાગેલી આગને કારણે મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા.

દબાણને કારણે ફાયર ફાયટર નાનું બોલાવાયું

રાણાવાસમાંજાહેરરસ્તા ઉપર સ્થાનિક લોકોએ કરેલા દબાણને કારણે ફાયર ફાયટર પ્રવેશી શક્યુ હતું. જેના કારણે સ્ટાફ દ્વારા નાનુ ફાયર ફાઇટર મંગાવ્યુ હતું. જેના કારણે ઘટના સ્થળે પહોંચવામાં ફાયટરે મોડું થયુ હતું. જો તંત્ર દ્વારા દબાણ હટાવાય તે જરૂરી છે.

સંતરામપુર તાલુકાના રણજીની પાદેડી ગામે વહેલી સવારે ઇલેક્ટ્રીક કરંટથી આગ લાગતા ભારે નુકશાન પહોંચ્યુ હતું.