તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘંબા તાલુકાના એદલપુર ગામ નજીક બનતા નાળામાં ગેરરિતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘોઘંબાતાલુકાના કાનપુર ગૃપ ગ્રામ પંચાયતમાં આવેલ એદલપુર ગામ નજીક સાંસદની ગ્રાન્ટમાંથી બનતા નાળામાં ગેરરિતી જણાતા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ આવા કામનો વિરોધ કરી રોષ પ્રગટ કરતા નાળાનું કામ બંધ કરાયુ છે.

સરકાર દ્વારા દેશમાં વિકાસના કામો લાખો કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવી રહયા છે. જેમાં ઘોઘંબા તાલુકાના કાનપુર ગ્રામ પંચાયતમાં આવતા કાનપુરથી રવેરી જવાના રસ્તા ઉપર કોતરમાંથી ગ્રામજનોને આવવા જવાની તકલીફ પડતી હોઇ સરકાર દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી રૂ.24 લાખના ખર્ચે નાળુ બનાવવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ નવનિર્મિત થઇ રહેલા નાળા બનાવનાર કોન્ટ્રાકટર તેમા અપુરતો અને અપ્રમાણસર બાંધકામ કરતા ગ્રામજનો આવા ગેરવ્યાજબી અને તકલાદી કામકાજથી અસંતોષ પામી રોષે ભરાયા હતા. સૌએ ગામ પંચાયતના સરપંચને વાત કરી સૌ ભેગા મળી નવા બની રહેલા નાળા ઉપર ભેગા થઇ નાળુ બનાવનાર કોન્ટ્રાકટરને મળી જણાવ્યુ કે નાળુ બનાવવા માટે તેની રક્ષણ માટે ઉપરના ભાગે દિવાલ કેમ નથી બનાવી આવુ નાળુ લાંબો સમય ટકી શકે નહી, અને અંદર જે માલ નાખો વો તે સાવ કાચો છે, ભુગળા મુકી માટીનું પુરાણ કરી દેવામાં આવ્યુ છે. ભુંગળામાં માટી ખસી જતા ખેડૂતોના જમીનનું ધોવાણ થાય છે. મીક્ષરથી માર બનાવામાં આવે છે તેમાં ફકત એક તગારુ સિમેન્ટ નાંખવામાં આવે છે. સળીયાનો નહિવત ઉપયોગ કર્યો છે. જેથી નાળુ ગોબાચારી થતા ગ્રામજનોમાં રોષ પ્રગટ થતા અમદાવાદના આષિશ કન્ટ્રકશનના કોન્ટ્રાકટર વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે તમારે જેની પાસે જવુ હોય તો જાવ જેને અરજી કરવી હોય તો કરો મારે મોટા મોટા માણસો સાથે સબંધ છે. અને તેવોની સાથે ટકાવારી પ્રમાણે કામગીરી થાય છે. તમે મારુ કસુ બગાડી શકો તેમ નથી.

ઘોઘંબા તાલુકાના એદલપુર નજીક સાંસદની ગ્રાન્ટમાંથી બનતા નાળામાં ગેરરિતી જણાતા નાળાનું કામ બંધ કરાયુ છે. તસવીરમકસુદ મલીક

સરપંચ સહિત ગ્રામજનોએ આવા કામનો વિરોધ સાથે રોષ નોંધાવ્યો

સરકાર દ્વારા વિકાસના કામો લાખો કરોડોના ખર્ચે હાથ ધરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો