તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલમાં એક્સિસ બેન્કના ATMમાં આગ લાગતાં દોડધામ મચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલબસ સ્ટેન્ડ ત્રણ રસ્તાના ત્રિભેટ આવેલા એકસિસ બેંકના એટીએમમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. સમયે લોકો એટીએમમાંથી કેશ કાઢવા લાઇનમાં ઉભા હતા. અને કેશ ભરવા વાન આવે તેની રાહ જોતા હતા.

સોમવાર સવારે આશરે 10 વાગ્યાના અરસામાં એકસિસ બેંકના બસ સ્ટેન્ડ ત્રણ રસ્તે આવેલા રાજર્ષિ કોમ્પ્લેકસ હાલોલમાં એટીએમમાં આકસ્મીક રીતે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. એટીએમમાં બેંકની બેદરકારી સામે આવી છે. અહીં વોચમેન મુકવામાં આવ્યા નથી. રામભરોસે એટીએમ આવ્યુ છે. બે માસ પહેલા પોલીસ દ્વારા તમામ બેંકોને સીસીટીવી કેમેરા બેંક અને એટીએમમાં મુકવાનો આદેશ આપવા છતાં તેનું પાલન કરવામાં કેટલીક બેંકમાં ઠાગાઠૈયા કર્યા છે. માસ પહેલા પણ બેંકમાં આજ એટીએમમાં આગ લાગી હતી. અને 10 વર્ષનો છોકરો ગંભીર રીતે દાઝી ગયો હતો. એટીએમની આજુબાજુવાળા વેપારીઓએ પણ બેંકમાં અંગે જાણ કરવા છતાં છુટ્ટા લબડતા વાયરીંગને વ્યવસ્થિત કરવાની કોઇ કાર્યવાહી કરાઇ નથી, અંગે આશ્ચર્ય ઉપડે છે.

હાલોલ બસસ્ટેન્ડ ત્રણ રસ્તાના ત્રિભેટ આવેલા એક્સિસ બેંકના એટીએમમાં આકસ્મિક આગ લાગી હતી. તસવીરમકસુદ મલિક

માસ અગાઉ પણ ATMમાં આગ ભભૂકી ઉઠતાં બાળક દાઝ્યો હતો

છૂટા વાયરિંગને વ્યવસ્થિત કરવામાં બેદરકારી

અન્ય સમાચારો પણ છે...