તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • આજે ઘોઘંબામાં આયોજીત ગરીબ કલ્યાણ મેળાને લઇને પરીક્ષા મોકુફ

આજે ઘોઘંબામાં આયોજીત ગરીબ કલ્યાણ મેળાને લઇને પરીક્ષા મોકુફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલપ્રાંત કક્ષાનો હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાબુંઘોડા એમ ચાર તાલુકાના ગરીબ કલ્યાણ મેળો આજે શનિવારે ઘોઘંબાની એસ.એચ.વરીયા હાલસ્કૂલમાં યોજાનાર છે. દરમ્યાન લેવાનાર પરીક્ષા છેવટે રદ કરીને સોમવારે લેવાનાર હોવાને લઇને નારાજગી સાથે અનેક તર્કવિતર્ક ઉઠ્યા છે.

આજે શનિવારે ઘોઘંબા ઘોઘંબાની એસ.એચ.વરીયા હાલસ્કૂલમાં હાલોલ,કાલોલ,ઘોઘંબા અને જાબુંઘોડા એમ ચાર તાલુકાનો ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જળ સંપત્તિમંત્રી નાનુભાઇ વાણાનીની અધ્યક્ષતામાં યોજાનાર છે. જેમાં ધારાસભ્ય મનિષાબેન સુથાર, ધારાસભ્ય અરવિંદભાઇ રાઠોડ, સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ,જીલ્લા પ્રમુખ કેતુબેન દેસાઇ સહિતના અધિકારીઓ હાજર રહેનાર છે. મેળામા ત્રણ તાલુકામાંથી આશરે 752 લાભાર્થીઓને 62.46 લાખની સહાય આપવામાં આવનાર છે. ...અનુસંધાન પાના નં.2પરંતુ એસ.એચ.વરીયા હાલસ્કૂલમા યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં તા. 22થી પરીક્ષા ચાલી રહી છે. અને આજે તા. 30મીએ પૂર્ણ થનાર છે. જેમાં ધો.9નુ પીટી અને ધો.11-12માં અંગ્રેજીનુ પેપરની પરીક્ષા હતી પરંતુ પરીક્ષા બંધ રાખવામાં આવી છે. પેપર તા. 3જી ઓક્ટોબરે લેવાનાર છે. જેને લઇને શાળામાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ તથા વાલીઓ માં ભારે નારાજગી જન્મી છે. સરકારી કાર્યક્રમને કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકો ઉપર ભણતર ઉપર ચેંડા કરી રહ્યા છે. છોકરાઓએ પરીક્ષાની તૈયારી કરી હતી. ત્યારે પરીક્ષા બંધ રહેતા વિધ્યાર્થીઓમાં નિરાશા છવાઇ છે. કારણ કે હવે સોમવારે પરીક્ષા લેવાશે.

હવેથી સોમવારે પરીક્ષા લેવાનાર હોઇ છાત્રોમાં નારાજગી છવાઇ

સરકારનો કાર્યક્રમ હોવાથી આજની પરીક્ષા રદ કરવામાંં આવી છે

^આઅંગે પંચમહાલ જીલ્લા શિક્ષણાધિકારીને પુછવામાં આવ્યુ કે તમારા મતે વિદ્યાર્થીની પરિક્ષા મહત્વની છે કે ગરીબ કલ્યાણ મેળો ત્યારે તેઓ જણાવ્યુ કે ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ સરકારનો હોવાથી આજની પરીક્ષા રદ કરાઇ છે. >સી.એલ.ચરપોટ, જીલ્લા શિક્ષણાધિકારી,પંચમહાલ

1ઓક્ટોબરના રોજ પરિક્ષા લેવાશે

^ગરીબકલ્યાણ મેળો હોવાથી ધોરણ -9 અને ધોરણ 11 અને 12 માં અંગ્રેજીની પરિક્ષાઓ જીલ્લા શિક્ષણાધિકારીની સુચનાથી મોકુફ રાખી 31 ઓક્ટોબરના રોજ વિષેશ પેપર બહાર પાડી પરિક્ષા લેવાશે. >એમ ડીપંડ્યા, આચાર્યએચ એસ વરીયા

હાલોલ, કાલોલ, ઘોઘંબા, જાબુંઘોડાના 752 લાભાર્થીઓ ભાગ લેશે

અન્ય સમાચારો પણ છે...