હાલોલના અરાદ રોડ ઉપર 25 દબાણકર્તાને પાલિકાની નોટીસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇની શેહ શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવશે

પાલીકાના દફતરે જગ્યાઓ ચઢાવી નોંધણી કરી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા

ત્રણ દિવસમાં પુરાવા રજુ કરવા નહી તો કાયદેસરની કાર્યવાહી કરાશે

આજે સવારે નોટીસો લઇ પાલીકાની ટીમ સ્થળ પર પહોંચી અને દરેક કેબીન ઉપર નોટીસો ચોટાડવાની કામગીરી હાથ ધરી ત્યારે તે જોવા લોકોના ટોળા ઉમટયા હતા.

ગેરકાયદેસર બાંધેલા પાકા કેબીનોમાં ટીવીના શો રૂમ, દવાખાનુ, ઓફીસો શરુ કરી દેવાઇ છે. અને લાખો રૂપિયામાં ગેરકાયદેસર વેચાણો થઇ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડયુ છે. હાલોલના તળાવના બ્યુટી ફીકેશનના નામે ઓવરા તોડી તળાવને સાંકડુ કરી ભરપુર વરસાદ થવા છતાં તળાવ પાણી વિના જાણીબુઝીને ખાલી રખાયુ છે. ત્યારે આજ તળાવમાં અરાદ રોડ તરફ તળાવનીઅંદર 20 થી 25 ફુટ દબાણ કરી પાયા ખોદી બીમ ભરીને પાકા કેબીનો બંધાઇ ગયા છતા નગર પાલીકાને કાંઇ ખબર પડી અંગે આશ્ચર્ય ઉપજે છે. પાલીકાના કેટલાક સભ્યો તથા મળતીયાઓએ તેમના રાજકીય ગોડફાધરોના આર્શીવાદથી કોઇપણ જાતની પરવાનગી કે માલીકી હકક વિના 25 જેટલા કેબીનો પાકા બની ગય. શર્ટસ લાગી ગયા, વહેચણી થઇ ગઇ, ગેરકાયદેસર વેચાણ આશરે 5 થી 6 લાખમાં ગઇ હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. ત્યારેઆ તમામ ગેરકાયદે પ્રવૃતિને રોકવાના બદલે આંખ આડા કાન કરી ભેદી મૌન રાખવા બદલ પાલીકાના સત્તાધિશો સામે પણ શંકાની સોય તણાય રહી છે. આખે આખુ કોળુ શાકમાં જતુ રહયા પછી પાલીકા સફાળી જાગી છે અને હવે

અનુસંધાન પેજ 2

^અરાદ રોડ તળાવની પાળ ઉપર પાકી દુકાનો, ઓફીસો, પાલીકાની પરવાનગી વિના બંધાઇ હોવાનું ધ્યાન ઉપર આવતા બોમ્બે હાઉસથી અરાદ રોડ તળાવની પાળ સુધીની તમામ દુકાનો, ઓફીસોની ઉપર નોટીસો લગાવી 3 દિવસમાં પાલીકામાં પુરાવા તેમજ કબ્જા પાવતી રજુ કરવા જણાવ્યુ છે. જે પુરવાર કરવામાં કસુરવાર ઠરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કોઇની શેહ શરમ રાખ્યા વિના કરવામાં આવશે. >અતુલસિંહ, ચિફઓફીસર, નગર પાલીકા હાલોલ

હાલોલ નગરમાં કોઇપણ જાતની પરવાનગી વિના અરાદ રોડ તળાવના કિનારે દબાણ કરી પાકા કેબિનો બાંધી ધંધો કરતા કેબીનોની માલીકો પાલીકા દ્વારા નોટીસ ફટકારવામાંઆવી છે.- મકસુદમલીક

અન્ય સમાચારો પણ છે...