તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ જેલમાંથી ભાગેલા કેદીની ઓળખ પરેડ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલસબ જેલમાંથી ભાગેલા કેદીએ ગામમાં ચોરી કરી વડોદરા ભાગી ગયા બાદ ત્યાંથી પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા.આ કેદીની યોજાયેલી ઓળખ પરેડમાં જે મહીલાના પગમાંથી ચાંદીના છડા અને મોબાઇલ ચોરી ગયો હતો. તે મહીલાએ કેદીને ઓળખી બતાવ્યો હતો. ત્યાર બાદ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

અઠંગ ચોરે જેલમાંથી ભાગ્યા બાદ હાલોલના રામપુરી વિસ્તારમાં રહેતા ઉસ્માનભાઇ મજીદભાઇ કુરેશીના ઘરમાં પ્રવેશી સુઇ રહેલી તેમની પત્નીના પગમાંથી 300 ગ્રામ વજનના ચાંદીના છડા કાઢી લીધા હતા. અને મોબાઇલ લઇ ભાગી છુટયો હતો. જાગી ગયેલ મહીલાએ બુમાબુમ કરીતેની પાછળ બહાર નિળકતા અઠંગ ચોરને જોઇ લીધો હતો. અને આજે પોલીસે કરેલી ઓળખ પરેડમાં ઓળખી બતાવ્યો હતો. આમ રાજપુરા ગામે પહોંચી તેના ઓળખીતા રમેશભાઇ રાવજીભાઇ માવીના ઘરે જઇ પોતાની દિકરી બિમાર હોવા દવાખાને લઇ જતા રૂપિયા જરુર હોય ચાંદના છડા અને મોબાઇલ આપી રૂ.1500 રોકડા લઇ વડોદરા જતો રહયો હતો. પોલીસે રાત્રે વડોદરાથી ચોરને ઝડપી પાડયા બાદ રીમાન્ડ દરમ્યાન તેણે તમામ વિગતો જણાવતા પોલીસે રાજપુરા જઇ રમેશ રાવજીભાઇ પાસેથી ચોરીનો મુદામાલ 300 ગ્રામ ચાંદીના છડા અને મોબાઇલ કબજે લીધા હતા.

મહિલાએ કેદીને ઓળખ બતાવતાં તેને કસ્ટડીમાં મોકલી અપાયો

મહિલાના ચાંદીના છડા ચોર્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો