તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીકેબ કંપનીમાં આકસ્મીક આગ ભભુકી ઉઠી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલવડોદરા ટોલરોડ પર આવેલી પોલીકેબ વાયર્સ પ્રા.લી.કંપનીના યુનિટ નં.4માં એકત્ર કરેલા સ્કેપમાં ગત મોડી રાત્રે આકસ્મીક રીતે આગ ભભુકી ઉઠીતા દોડધામ મચી જવા પામી હતી. હાલોલ અને કાલોલ ફાયર ફાઇટરો સાથે પહોચેલા સ્ટાફે ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

સમગ્ર દેશમાં કેબલ અને ઇલેકટ્રી વાયર્સ બનાવતી પોલીકેબમાં તા.24 નવેમ્બરની રાત્રીએ આશરે એક વાગ્યાના અરસામાં યુનિટ નં.4માં એકત્ર કરેલા સ્કેપમાં આગ ભભુકી ઉઠી હતી.

જેથી કંપનીમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ વિકરાળ સ્વરુપ ધારણ કરે તેમ હોવાથી કંપનીના સિકયુરીટી અધિકારીએ હાલોલ અને કાલોલના અગ્નીશામક કેન્દ્રને જાણ કરીહતી. બંને જગ્યાના ફાયર ફાયટરોને ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગને કાબુમાં લીધી હતી.

આગમાં કંપનીનો સ્કેપ બળીને ખાખ થઇ ગયો હતો. જેનો સર્વે કર્યા બાદ કેટલુ નુકસાન થયુ છે. તે જાણી શકાશે. કંપનીએ બનાવની જાણ શકાશે કંપનીએ બનાવની જાણ હાલોલ પોલીસ મથકે જાણવા જોગ ફરીયાદ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...