તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Halol
 • હાલોલમાં 4 બાળકોને ડેગ્યુના શંકાસ્પદ કેસ નોંધાતા સારવાર અર્થે વડોદરા રીફર કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલમાં 4 બાળકોને ડેગ્યુના શંકાસ્પદ કેસ નોંધાતા સારવાર અર્થે વડોદરા રીફર કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચોમાસમાંવરસેલા વરસાદ બાદ ગરમી વધવા છતાં ગંદકીના નિકાલના અભાવે હાલોલમાં ચાર જેટલા બાળકોને ડેગ્યુના શંકાસ્પદ કેસ નોંધાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યાનુ જાણવા મળે છે. ત્યારે પાલિકા દ્રારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આથી પાલિકા દ્રારા દવા છંટકાવ તથા સાફસફાઇ હાથ ધરવામાં આવે તેવી પ્રજાની માંગ છે. આથી ભયજનક રોગચાળો આગળ વધતો અટકે તેમ છે.

પ્રાપ્ત માિહતી અનુસાર, હાલોલ નગરમાં હાલ વરસાદે વીરામ પાળ્યો છે. તેમ છતાં ઠેરઠેર પાણીના ખાબોરિયા રચાયેલા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ભરાયેલા પાણીના નિકાલ માટે અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. જેનાથી રોગચાળાના કેસો નોંધાતા હોવા છતાં પાલિકાના આરોગ્ય વિભાગના બેદરકારીનો પ્રજા ભોગ બની રહ્યા છે.

સફાઇ કામમાં જંતુનાશક દવા છંટકાવનો અભાવ અને પીવાના પાણીમાં કલોરીનેશનનો અભાવ જેવા કારણોસર તંત્ર દ્રારા કાળજી રાખવામાં આવતી નથી. હાલોલમાં કુંભારવાડામાં રહેતા હાવીદા સુલેમાન શેખને છેલ્લા 13 દિવસથી તાવ રહેતો હતો. તેવી રીતે પાવાગઢ બાયપાસ રોડ ઉપર રહેતા બુધા રડનીયા રાઠવા ઉં 14 ને સાત દિવસથી તાવ રહેતો હતો. દેસાઇ ફળીયામાં રહેતા અજય પંચાલ 18 ને દસ દિવસથી તાવ રહેતો હતો.

મહમંદી સ્ટ્રીટમાં રહેતા નનાઝવાબાનનુ શેખ ઉં 3ને સાત દિવસથી તાવ રહેતો હતો. ચારેય બાળ દર્દીઓએ સારવાર કરાવવા છતાં કોઇ પરિણામ આવ્યુ હતુ. આથી લેબ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. તેઓને ડેગ્યુ કેસ હોવાનુ બહાર આવતા પરિવારજનોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઇ હતી. આથી તેઓને વડોદરા વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. અને તેઓની તરીબયત સુધરા ઉપર હોવાનુ જાણવા મળે છે. આથી પાલિકા દ્રારા દવા છંટકાવ તથા સાફસફાઇ હાથ ધરવામાં આવે તેવી પ્રજાની માંગ છે. આથી ભયજનક રોગચાળો આગળ વધતો અટકે તેમ છે.

ગરમી વધવા છતાં ગંદકીના નિકાલનાે અભાવ

પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તે જરૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો