તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવાગઢ રોડ પર પડવાના વાંકે ઉભેલો વીજ થાંભલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલપાવાગઢ રોડ પર એક ટાયરની દુકાન પાસે ઉભેલા ઇલેકટ્રીકના થાંભલા સાથે અજાણ્યુ વાહન ટકરાતા થાંભલો થડીયામાંથી બે ટુકડા થઇને માત્ર અંદરના લોખંડના સળીયાના આધારે લટકી રહયો છે. જે રાહદારીઓ માટે જીવલેણ સાબીત થઇ શકે છે. આજુબાજુના લોકોએવિજ કંપનીની ઓફીસમાં લેખિત અને મૌખિક રજુઆતો કરી હોવા છતાં તેઓના પેટનું પાણી હાલતુ નથી. પડવાના વાંકે ઉભેલા થાંભલાના ફોટા સોશ્યલ મીડીયા પર વાઇરલ થવા છતાં વિજ કંપનીના અધિકારીઓ શુ કોઇ મોટી જાનહાનીકે અકસ્માત થવાની રાહ જોઇ રહયા છે. ગમે ત્યારે થાંભલા ભોય ભેગો થશે અને તેની પાસેથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓમાંથી કોઇની જાનહાની થશે ત્યારે તેની જવાબદારી કોણ તેવા પ્રશ્નો લોકોમાં થઇ રહ્યા છે.

રજૂઆતો કરવા છતાં તંત્ર નિષ્ક્રિય

રાહદારીઓ માટે જીવલેણ બની શકે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો