તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • રાજગઢ તા.ના મેલેરીયા સાથે ડેન્ગ્યુના શંકાસ્પદ 5 કેસ મળ્યાં

રાજગઢ તા.ના મેલેરીયા સાથે ડેન્ગ્યુના શંકાસ્પદ 5 કેસ મળ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેવડી ઋતુ રોગચાળાનો ભરડો : તંત્ર નિંદ્રાિધન

કાલોલમાં શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ

લીમખેડા તાલુકો વાઇરલ ઇન્ફેકશનના ભરડામાં સપડાયો

રાજગઢતાલુકાના મેલેરીયા સાથે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો મળી આવતા છેલ્લા બે દિવસમાં ઘોઘંબામાં ઘોઘંબા રેફરલના તબીબે ગત રોજ ચાર અને આજે એક મળી કુલ 5 કેસો વડોદરા ખાતે રીફર કર્યાનું તબીબે જણાવ્યુ હતુ. જીલ્લા પંચાયત અને સ્થાનિક પંચાયતો દવારા જો દવાનો છંટકાવ કરવામાં નહી આવે તો હજુ રોગ વધુ માથુ ઉંચકાવાની શક્યતા સેવાઇ રહી છે.

ધોધંબા મા સરકારી તેમજ ખાનગી દવાખાના ડેગ્યુ તેમજ મંકીમેન(ચીકનગુનીયા) જેવા રોગો થી છલકાવા લાગ્યા છે.ત્યારે મચ્છર થી ઉદભવતા આવા રોગો સામે નાઈલાજ સરકારી તંત્ર બોટલો નો મારો ચલાવી બહાર થી દવા લખી આપવા સીવાય કશુ કરી રહી નથી. ...અનુસંધાન પાના નં.2તો સરકારી મેડીસીન નો સ્ટોક ઉપલબ્ધ કરી દર્દી ને બહાર ના ખોટા ખર્ચા થી બચાવી જયા ત્યા થતી ગંદકી મા પાવડર દવા છાટી રોગો ને થતા અટકાવવા ના પગલા લે તે ખુબજ જરુરી બની ગયુછે.સરકારી દવાખાના મા પુરતી મેડીસીન ના અભાવે પ્રાઇવેટ દવાખાના મા દર્દી ની સંખ્યા મા ઉતરોતર વઘારો થતો જાય છે.જયારે અસંખ્ય ગંદકી સામે પંચાયત પણ હાથ ખંખેરી ને બેઠી છે. શુ સત્તાધીસો રોગો સામે દર્દી ના મરણ ના આકડા ની રાહ જોઇ ને બેઠી છૈ.બીજી તરફ ઘોઘંબા પંથકમાં વરસાદ બાદ કાદવ કિચ્ચડ ગંદકીને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. તથા ખાડાઓમાં ભરાયેલી વરસાદી પાણીને લઇને મચ્છરોની સંખ્યામાં વધારો થતા મેલેરીયા તથા ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો થતો જાય છે. જીલ્લા પંચાયત અને સ્થાનિક પંચાયતો દવારા જો દવાનો છંટકાવ કરવામાં નહી આવે તો હજુ રોગ વધુ માથુ ઉંચકશે.

આરોગ્ય તંત્રની કામગીરી સામે લોકોમાં ભભૂકતો ભારે રોષ

પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રોગચાળો બેકાબુ

દવાનો છંટકાવ કરી જરૂરી પગલા ભરવા લોકોની માગ

રાજગઢ તાલુકાના મેલેરીયા સાથે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો મળી આવતા ઘોઘંબા રેફરલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તસવીરસુરેન્દ્ર શાહ

સપ્તાહ દરમિયાન 4 દર્દીઓ મેલેરીયાના નોંધાયા

^લીમખેડાસી.એચ.સી.માં દરરોજ 250 જેટલા દર્દીઓ સરેરાશ આવતાં હોય છે. મોટા ભાગના દર્દીઓ વાઇરલ ઇન્ફેકસન વાળા હોય છે. સપ્તાહ દરમિયાન ચાર દર્દીઓને મેલેરીયા પોઝીટીવ હોવાથી દાખલ કરવામાં આવ્યા હતા. ચારેયનો ડેન્ગ્યુ રીપોર્ટ પણ કરાયો હતો. જે નેગેટીવ આવ્યો હતો. >ડો. ધવલપરમાર, મેડીકલઓફીસર સી.એચ.સી. લીમખેડા

પીએચસીમાં દરરોજ 250ની ઓપીડી થાય છે

મહિનામાં 20 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ આવ્યા છે

^આમહિનામાં 20 જેટલા શંકાસપદ કેસો ડેન્ગ્યુના વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. ઉપરાંત બે શંકાસ્પદ દર્દીઓને હાલમાં ઘોઘંબા રેફરલમાં અંદરના દર્દીઓ તરીકે સારવાર આપી તથા એક એરાલની મહિલાની સારવાર ઘોઘંબામા ચાલુ છે. >ડો.પારસ પટેલ,ઘોઘંબારેફરલના

બે દિવસમાં ઘોઘંબા રેફરલમાંથી 5 કેસો વડોદરા રીફર કર્યા

અન્ય સમાચારો પણ છે...