તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ નગરમાં મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલદશા પોરવાડ જ્ઞાતિ સમાજ તથા શ્રીમાળી સોની સમાજના કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાજીનો પાટોત્સવ ભક્તિસભર વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.હવનની પુર્ણાહુતી બાદ સામુહિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ભાદરવી સુદ નોમના રોજ પ્રતિ વર્ષ જ્ઞાતિ સમાજ દ્વારા પાટોત્સવની ઉજવણી માતાજીના મંદિરે કરવામાં આવે છે. તા.11 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ પાટોત્સવની ઉજવણીમાં સવારે 9 વાગે હવન પુજનનો શુભારંભ વૈદિક મંત્રોચાર સાથે થય હતો. જેની પુજા વિધી કરવા માટે હાલોલના સીનીયર એડવોકેટ અતુલકુમાર શેઠ સહજોડે બેઠા હતા. અને તેઓએ અગ્નિકુંડમાં આહુતી આપી હતી. બપોરના 4:30 કલાકે અગ્નિકુંડમાં શ્રીફળહોમ હવન સમાપન કરાયે હતું. ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં જ્ઞાતિજનો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવનની પુર્ણાહુતી બાદ મહાપ્રસાદનું આયોજન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો