તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલના ચાપરા ગામના બે બાળકો ડુબી જતા મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલતાલુકાના ચાપરા ગામના બે બાળકો નજીકના ગામ વાવડીના તળાવમાં અન્ય બાળકો સાથે ન્હાવા પડ્યા હતા. બાદમાં ડુબી જતા બન્નેના કરૂણ મોત થયા હતા. કરુણ બનાવથી નાનકડાગામામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી. પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાવાગઢ પોલીસ વર્તુળ દ્વારા મળતી માહિતી મુજબ હાલોલ તાલુકાના ચાપરા ગામે રહેતા રોહીત પર્વતભાઇ પરમાર (ઉવ.14) તથા અમીન મહેન્દ્રભાઇ પરમાર (ઉવ.14) બન્ને જણા ગામના અન્ય 8 થી 10 બાળકો સાથે નજીકના ગામ વાવડીના તળાવમાં ન્હાવા ગયા હતા. ન્હાતા ન્હાતા મસ્તી કરતા બાળકો પૈકી ઉપરોક્ત બે બાળકો ઉંડા પાણીમાં ડુબી ગયા હતા. જેથી ગંભરાયેલા સાથી બાળકો ગભરાઇ ગયા હતા. અને ગામમાં જઇ ગામ લોકોને જાણ કરતા ગામ લોકો તળાવે જઇ બન્ને બાળકોના મૃતદેહોને બહાર કાઢી હાલોલ રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા. બે બાળકો પૈકી અમીત મહેન્દ્રભાઇ પરમાર બિલીયાપુરા ગામની છટ્ટા ધોરણમાં ભણતો હતો.

પરંતુ શનિ-રવિવાર અને ઇદની રજા હોવાથી તે પોતાના ગામ ચાપરા નીક્ળયો હતો. અને શ્રીગણેશનના દર્શન કરવા નજીકના વાવડી ગયા હતા. અને ન્હાવા તળાવમાં ગયા હતા. અને ડૂબી ગયા હતા. કરુણ બનાવથી નાનકડા ચાપરા ગામામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી. અને હાલલ રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પાવાગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

વાવડીના તળાવમાં નહાવા પડ્યાં હતાં

બે બાળકના મોતના પગલે ગમગીની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો