તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તાના પ્રશ્ને છાજદિવાળીના રહીશોનું ટીડીઓને આવેદન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવેદનપત્રમાં જણાવાયુ છે કે, છાજદિવાળી ગામમાં વર્ષ 2013ના વર્ષમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સમાજ ઘરથી વાંઝીયાઆંબા ગામના સર્વે નં.67વાળી જમીનને અડીને આવેલ છે. જમીનના માલીકે રોડ બનાવવા સાથે કોર્ટમાં દાવો દાખલ કરતા અત્યારે 500 મીટર જેટલો રોડ બનેલ છે. અને ગામની વચ્ચેથી નિકળતો રસ્તો હજુ સુધી અધુરો છે. અધુરા રસ્તામાં જે રસ્તો સાર્વજનિક છે અને વાંધો લેનાર વ્યકિતની સંમિતથી ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર કરાયો હતો. મંજુર થયેલો રસ્તો ગ્રામજનો માટે ઘણો ઉપયોગી છે.

છતા ગામના ઇસમ દ્વારા ખોટી રીતે કાનુની ગુચ ઉભી કરીને વિકાસના કામમાં રોડા નાંખતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. છેલ્લા ત્રણ વર્ષથી રસ્તાનું કામ અટકયુ છે. જેના કારણે લોકોને અવર જવર કરવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. આકસ્મિક સંજોગોમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ગામમાં આવી શકતીનથી. ત્યારે તંત્ર વાહકો અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇસમ દ્વારા ઉભા કરાયેલ તમામ કાનુની વિવાદને સુલઝાવી રોડની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે. છેલ્લા ચાર વર્ષથી તંત્રવાહકો દ્વારા કોર્ટમાં નકકર પુરાવા અને રજુઆતો મુકવામાં ગંભીર બેદરકારી દાખવવા તેનો ભોગ ગ્રામજનો બની રહયા છે. વર્ષ 2009ની ગ્રામ પંચાયતમાં દરખાસ્ત મુકી ઠરાવ મંજુર કરાતા તેની સામે કોર્ટમાં દાવો ગામના રહીશ કરતા તે દાવાનો નિકાલ આવતા રસ્તો જે પણ અધુરો પડયો છે.

કોર્ટમાં દાવો ગામના રહીશે કરતા તેનો નિકાલ આવતા રસ્તો જે પણ અધુરો

વાઝીયાઆંબા ગામનો રસ્તો 2013ના વર્ષથી મંજુર કરાયો હતો

અન્ય સમાચારો પણ છે...