તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલમાં દુંદાળાદેવની આન બાન શાનથી વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલનગર સહિત પંથકમાં છેલ્લા 10 દિવસથી આતિથ્ય માણવા માટે બિરાજમાન વિધ્નહર્તા દુંદાળાદેવ શ્રીજીની આન બાન શાનથી ગુલાલની છોળો અને ડીજેના તાલ સાથે વિસર્જન યાત્રા નગરના માર્ગો ઉપર ફરી પાવાગઢ નજીક વડાતળાવામાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

આજે ગુરુવારે વહેલી સવારથી શ્રીજી વિસર્જન કરવા ગણેશ મંડળો અને ગણેશ ભકતો દ્વારા તડામાર તૈયારીઓ કરી શ્રીજીની પૂજા અર્ચના કરી શ્રીજીને આવતા વર્ષે ફરીથી મહેમાન બની આવવાનું આંમંત્રણ આપી વિદાય આપી હતી. સમયે ભકતોની આંખોમાંથી આંસુ સરી પડયા હતા. છેલ્લા 10 દિવસથી બિરાજેલ શ્રીજી વિદાય થતા ભકતોમાં આનંદની સાથે ગમગીની છવાઇ ગઇ હતી. પરંતુ બાળકોનો ઉત્સાહ ગણપતી બાપ્પા મોરીયા ઘી માં લાડુ ચોરીયા, અગલે વર્ષ તુ જલદી આના ગગનભેદી નારા સાથે નગર ગણેશમ બની ગુંજી ઉઠયુ હતુ. નગરમાં નાની મોટી 300 જેટલી શ્રીજીની પ્રતિમા સ્વરુપે બિરાજમાન કરેલ જેથી શોભાયાત્રા એક એક કરતી આગળ નિકળતા બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે એકત્રિત થઇ એક સાથે અસંખ્ય શ્રીજી યાત્રા નિકળતા રાજમાર્ગો ઉપર ભકતો દર્શન કરવા ઉમટી પડયા હતા. જયારે પાવાગઢ રોડ બોબ્મે હાઉસ ખાતે મુસ્લીમ સમાજ

. ...અનુસંધાન પાના નં.2

દ્વારા શ્રીજીની યાત્રાને ફુલહારથી સ્વાગત કરી કોમી એખલાસના દર્શન થયા હતા. જયારે મુસ્લીમ સમાજના અગ્રણીઓ દ્વારા શ્રીજીની યાત્રામાં અવ્યવસ્થા કે કોઇ સંઘર્ષ થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. દેવાધીદેવ વિધ્નહર્તાની શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા ડીજે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નિકળતા નગરના રેફરલ, આમ્રપાલી અને ચિત્રકુટ ખાતેથી સૌથી મોટા કદની શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી. શ્રીજીની વિસર્જન યાત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા પોલીસ તથા વહીવટી તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો.

મુસ્લીમઅગ્રણીઓએ સ્વાગત કર્યુ

બપોરબાદ પાવાગઢ રોડ પરથી મોટાકદના ગણેશજીની સવારી સાથે મોટીસંખ્યામાં ગણેશભકતો પસાર થઇ રહયા હતા. ત્યારે પંચમહાલ જિલ્લા પોલીસવડા આર.વી.અસારી પોતાના ચુનંદા સ્ટાફ સાથે પાવાગઢ રોડ પર આવી પહોંચતા હાલોલ મુસ્લીમ અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

મોડીરાત્ર સુધી વિસર્જન વિધિ ચાલી

ગણેશજીનીસવારી રોડ પરથી પસાર થતી હતી. દરમ્યાન એક કિલોમીટર સુધી રોડની બંને બાજુ મુસ્લીમ યુવાનોએ શાંતિપૂર્ણ વિસર્જન યાત્રા નિબળતા જીલ્લા પોલીસવડાએ હાલોલ મુસ્લીમ સમાજને આટલો સહકાર આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આમ બપોરે 12 વાગે નિકળેલી શ્રીજીની યાત્રા મોડી રાત્ર સુધી વિસર્જન વિધિ ચાલી હતી. જે પૂર્ણ થતા વહીવટીતંત્રએ હાંશકારો અનુભવ્યો હતો.

વડાતળાવમાં વિસર્જન કરાયુ

300 જેટલી પ્રતિમા બિરાજમાન

હાલોલમાં ભકિતભાવપૂર્વક ગણેશજીની વિસર્જન યાત્રા નિકળી હતી. જેમાં ભકતોનો ભારે ઉત્સાહ દેખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...