તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલોલમાં પીવાના પાણીની તંગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલમાંવરસાદી માહોલ હોવા છતાં પ્રજાને પીવાના પાણીની કૃત્રિમ તંગીનો સામનો કરવો પડે છે. કાલોલ નગરના કાનાવાડા, મુગલવાડા વિસ્તારમાં છેલ્લા 4 માસથી પીવાના પાણીની ખેંચ વર્તાતી હોવાની ફરીયાદ રહીશો દ્વારા પાલીકાના સતાધિશોને રૂબરૂ તથા લેખિતમાં કરી હોવા છતાં તેનું કાંઇ નિરાકરણ લવાતુ નથી.

કાલોલ નગરના કાનાવાડા, મુગલવાડા વિસ્તારની મહીલાઓ તથા છોકરીઓ સાથે બેડા લઇ દુર સુધી પગે ચાલીને જઇ પાણી લાવવુ પડે છે. ચોમાસાનો સારો વરસાદ ગામોમાં આવેલુ પુર જેના કારણે જમીનમાં પાણીનુ સ્તર ઉંચુ આવે સ્વાભાવિક છે. પરંતુ કાલોલમાં બે વિસ્તારમાં ઓરમાયુ હોય તેમ તંત્ર વાહકો વર્તન કરેછે. પીવાનું પાણી પુરુ પાડવુ પાલીકાની પ્રાથમિક ફરજ છે જો પ્રશ્ને નિરાકરણ નહી લવાય તો વિસ્તારના રહીશો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પાલીકાના સતાધિશોને આપી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો