તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલમાં સફાઇ કામદારોની 10 દિવસની હડતાળનો અંત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ પાલીકા દ્વારા સફાઇ કામદારોની ભરતી પ્રક્રિયાને લઇ નગરના સફાઇ કામદારો છેલ્લા દસ દિવસથી હડતાળ પર હતા. જેને લઇ ગત રોજ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નગર પાલીકા પ્રમુખ, સીઓ, ડીવાયએસપી તથા સફાઇ કામદારાના અને વાલ્મીકી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ઘણી ચર્ચા બાદ સમાન હકક, સમાન વેતન નકકી કરી કામદારોના વેતનમાં વધારો કરતા 10 દિવસ બાદ અંતે હડતાળનો સુખદ અંત આવ્યો હતો. સફાઇ કામદારોની હડતાળનો અંત આવતા સાથે સફાઇ કામદારો નગરની સફાઇ કરવા લાગી ગયા હતા. જાણવા મળેલ માહિતી મુજબ કામદારોએ સવાર અને સાંજે એક બે વખત હાજરી પુરી સોંપેલા વિસ્તારમાં સફાઇ કરવાનું રહેશે. તેમજ જેને વિસ્તારના રહીશો સહિત પાલીકાના ચુંટાયેલા સભ્યોને જાણ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...