તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ-પાંચ બહેનોના એકના એક ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચપાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઇ કે જેની બહેનના લગ્ન પ્રસંગના આગલા દિવસ અકસ્માતમાં મોત નિપજતા લગ્નના ગીતોની જગ્યાએ મરસીયા ગાવાનો વારો આવ્યો હતો. મોતના સમચારથી પરિવારે લગ્ન પસંગ બંધ રાખી દીકરીની જગ્યાએ દીકરાને વસમી કાયમી વિદાય આપી ત્યારે દીકરાની સ્મશાન યાત્રામાં જોડાયાના દ્રશ્યોએ સૌ કોઇની આંખોમાં આંસુ લાવી દીધા હતા.

કરૂણામય બનાવ હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક કંસારાવાવ ખાતે ગત તા. 27 ફેબ્રુઆરી 2016ના રોજ બન્યો હતો. બે બાઇક ચાલકો સામ સામે ધડાકાભેર ભટકાતા ધો-10માં અભ્યાસ કરતા અને પાંચ બહેનો વચ્ચે એકના એક ભાઇનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજતા કુદરત સામે સૌ કોઇ ફિટકાર વરસાવતા હતા. ઘરમાં લગ્ન પ્રસંગ હતો. દીકરીના હાથ પીળા કરીને વળાવવાની ગમગીની બહેનો અને માતા પિતા, મામા- મામી માસા- માસીમાં દેખાતી હતી. ગામડામાં તો લગ્ન ગીતોની રમઝટ જામે છે. મંડપો બંધાઇ ગયા હતા. તોરણો અને રોશનીથી સજાવટ કરાઇ હતી. ચાર બહેનો પરણેલી હતી. બે બહેનોના લગ્ન બાકી હતા. જેમાની એક દીકરીના લગ્ન પ્રસંગના આગલા દિવસે ભાઇ સંદીપ વરીયા (ઉવ.16) ધોરણ- 10ની પરીક્ષા આપવાનો હોઇ તેની રીસીપ્ટ લેવા ઘોઘંબા હાઇસ્કૂલમાં જતો હતો. દરમ્યાન સામેથી આવતી બાઇક સાથે તેની બાઇક ભટકાતાં ઘટના સ્થળે સંદીપનું કરૂણ મોત થયુ હતું. સંદીપ પોતાની બેનને ત્યાં ઘોઘંબા રહે છે. અને ત્યાં રહીને અભ્યાસ કરે છે. બેન બનેવી સાથે પોતાની બહેનના લગ્નમાં આવ્યો હતો. પરંતુ ઘોઘંબા ધો-10ની પરીક્ષાની રીસીપટ લેવા બાઇકને નીકળ્યો હતો અને કાળનો કોળીયો થઇ ગયો હતો.

બહેનના લગ્નના આગલા દિવસે અકસ્માત થતાં ગમગીની

કંસારાવાવ પાસે 2 બાઈક સામસામે ભટકાતાં યુવાને જીવ ગૂમાવ્યો

દીકરીને પીઠી ચોળવાના દિવસે એકના એક દીકરાની સ્મશાનયાત્રા નિકળી

બોડેલીતાલુકાના ઉચાપત ગામમાં રહેતા કનુભાઇ વરીયાના માથે જાણે આભ ફાટી ગયું હતું. દીકરીને પીઠી ચોળવવાના દિવસે દીકરાની સ્મશાન યાત્રામાં જોડાવવાનો પ્રસંગ કમનસીબ પિતાનો વલોપાત સૌ કોઇ દઝાડતો હતો. પાંચ પાંચ બહેનો હવે રાખડી કોને બાંધશે? બહેનોના વ્હાલા વીરાને રાખડી અને ભાઇજાનની યાદ અપાવી રડતી હતી. તો માને સાંત્વના કોણ આપે? વીરાના મોતના માતમે લગ્ન પ્રસગં બંધ રખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...