તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • વાઘોડિયાના પાલડીમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરાયું

વાઘોડિયાના પાલડીમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લાના વાઘોડિયા તાલુકાના પાલડી ગામે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત વિવેક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ ઓ.પી.કોહલીના અતિથી વિશેષ પદે કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં શ્રોફ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રુતિ શ્રોફ ,મેનેજીંગ ડાયરેક્ટ અતુલ જી શ્રોફ, એન.કે.ડામોર (આએએસ), સ્વામી શ્રી જીતાત્માનંદજી મહારાજ, જિલ્લા કલેક્ટર અવંતીકા સીંગ, જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રોફ ફાઉ. ટ્રસ્ટ ગુજરાતની અગ્રીમ હરોળની સ્વૈચ્છિક સંસ્થા છે જેની સ્થાપના ભારતના નામાંકિત ઉદ્યોગ જુથ શ્રોફ કુટુંબ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટ ગુજરાતના આદિવાસી વિસ્તાર ઉપરાંત કચ્છના 400 થી વધુ ગામોમાં ગ્રામ્ય વિકાસની પ્રવૃતિઓ કરે છે. જેમાં કુદરતી સંસ્થાઓના વિકાસ, ખેતીવાડી અને પશુપાલન વિકાસ, આજીવિકા, આરોગ્ય સેવાઓ અને સામાજીક સંગઠનોના જેવી કામગીરી કરી રહી છે. ગામડાઓની શાળાઓના પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધરે અને મુલ્યનિષ્ઠ શિક્ષણની શરૂઆત થાય તે હેતુ થી પ્રાથમિક શાળાઓની સંચાલીત સમીતીઓ અને શિક્ષકોના ક્ષમતાવર્ધનની કામગીરી ધનિષ્ટ રીતે કરવામાં આવી રહી છે.

ગુજરાત સરકારના આદિજાતી વિકાસ વિભાગની કલ્યાણ યોજના હેઠળ પબ્લીક પીપલ્સ પાર્ટીએપશન હેઠળ અભ્યાસની શરૂઆત 2011માં ભાડાના મકાનમાં કરવામાં આવી હતી. જે જાન્યુઆરી 2016થી તાલીમ સેન્ટર વિવેક નામની વાઘોડિયા તાલુકાના પાલડી ગામે તૈયાર કરવામાં આવ્યું છે. જેના લોકાર્પણ રાજ્યપાલના હસ્તે કરાયું હતું. અહીં 2250 જેટલા આદિવાસી યુવાનો સફળતાથી તાલીમ મેળવી જુદા જુદા ગૃહોમાં જોડાઇ રોજગારી મેળવી રહ્યા છે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ તેઓએ શુભેચ્છા સંદેશો મોકલ્યો હતો.રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, વેકેશનલ ટ્રનિંગ સેન્ટરનું લોકાર્પણ થઇ રહ્યું છે. ત્યારે અહીંથી અપાનારી સુવિધાઓ અને તાલીમાર્થીઓને મળનારી તાલીમની વિગતોથી હું પ્રભાવિત થયો છું.

રાજ્યપાલના અતિથી વિશેષ પદે લોકાર્પણ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...