હાલોલમાં મોબાઇલની લૂંટમાં 3 લૂંટારૂઓની ધરપકડ

Halol - latest halol news 023112

DivyaBhaskar News Network

Oct 29, 2018, 02:31 AM IST
પંચમહાલ જિલ્લાના હાલોલના બસ સ્ટેશન પાસે શંકાસ્પદ મોબાઇલ ફોન વેચવા ફરતી ત્રિપુટીને બાતમીના આધારે વોચ ગોઠવીને ગોધરા એલસીબી પોલીસે દબોચી લીધા હતી. પ્રાથમિક પૂછપરછમાં ત્રિપૂટીએ વીસ દિવસ પહેલા જીઆઇડીસી વિસ્તારમાં પણ એક બાઇકસવારને મારમારી મોબાઇલ લૂંટી લીધો હોવાની કબૂલાત કરી હતી. તેમની પાસેથી લૂંટનો મોબાઇલ, એક બાઇક, સહિતનો મૂદ્દામાલ કબજે કરી હાલોલ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લામાં મોબાઈલ લૂંટના ગુનાઓને ઊકેલવામાં પોલીસને સફળતા મળી રહી છે. અગાઉ પણ એલસીબીએ મોબાઇલ ચોરીના ગુનાઓ ઉકેલીને તેમા સામેલ આરોપીઓને પણ કાયદાના હવાલે કર્યા છે. ગોધરા એલસીબીના પી આઇ ડી. એન. ચુડાસમાને બાતમી મળી હતી કે, હાલોલ બસસ્ટેશનની બહાર આવતા જતા લોકોને મોબાઇલ સસ્તા ભાવે વેચવા હોવાનુ જણાવીને ત્રણ ઇસમો પૂછપરછ કરે છે.એલસીબીની ટીમે બસ સ્ટેશન ખાતે પહોંચીને ત્રણેય ઇસમોને ઝડપી લીધા અને પૂછપરછ દરમિયાન આમીરખાન પઠાણ રહેવાસી હાલોલ, શબ્બીર શેખ રહેવાસી હાલોલ અને આફતાબ મકરાણી રહેવાસી બાસ્કા

...અનુ. પાન. નં. 2

X
Halol - latest halol news 023112
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી