વરસાદી વાતાવરણથી હાલોલની પ્રજાનું જનજીવન ખોરવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીનામના ચક્રાવતના કાણે હવાના દબાણ તથા વાવાઝોડાના કારણે ગુજરાત રાજયમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે.

જેને લઇ હાલોલનગર સહિત પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ થતા લોકોનું જનજીવન ખોરવાઇ જવા પામ્યુ હતુ. અને લોકોને શિયાળાના ઠંડીમાં સ્વેટર ટોપીનીસાથે લોકોને છત્રી અને રેઇનકોર્ટનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે. અને લોકોને ઠંડીથી બચવા ઘરમાં ભરાઇ રહેવુ પડયુ હતુ.

હાલોલ નગર સહિત પંથકમાં કમોસમી વરસાદ માવઠાને લઇ ખેડૂતોને ખેતરમા ઉભા પાક જેવા કે તુવર, મકાઇ, કપાઇ, વલીયાળીના પાકમાં ભારે નુકસાન થવાની વકી સેવાઇ રહી છે.

જયારે વરસાદી ઠંડીના વાતાવરણને લઇ લોકોને નોકરી ધંધામાં જવા માટે તથા શાળામાં જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ગયો છે ભરશિયાળાની ઠંડીમાં સ્વેટર પહેરવાને બદલે રેઇનકોટ પહેરવાનો વારો આવી ગયો છે.

જોકે આવુ વાતાવરણને નગર સહિત પંથક જાણે હિમાલય અને કાશ્મીરમાં રહેતા હોવાનો અહેસાસ કરી રહયા છે.

તુવર, મકાઇ સહિતના પાકમાં ભારે નુકસાન

લોકોએ છત્રી અને રેઇનકોર્ટનો ઉપયોગ કર્યો

હાલોલ નગરમાં ઓખી વાવાઝોડાને લઇને બરફીલા પવનો ફુકાતા બજાર સુમસામ તસવરમાં નજરેપડેછે.- મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...