પાવાગઢમાં SOG દ્વારા ચેકિંગ : 17 ગેસ્ટહાઉસો ગેરકાયદે

Halol - latest halol news 022645

DivyaBhaskar News Network

Oct 30, 2018, 02:26 AM IST
પાવાગઢમાં મોટા ભાગના ગેસ્ટ હાઉસો વગરપાસ પરવાને ચાલતા હોય અને તેમાં ગેરરીતિઓ આચરતી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરતાં યાત્રાધામ પાવાગઢમાં દિવાળીના પર્વને લઈ રોજ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવવાની વકી સેવાઇ રહી છે ત્યારે તેમની સુરક્ષા અને સલામતિના ભાગ રૂપે અગમચેતી દાખવી જિલ્લા પોલીસ વડાએ પાવાગઢ તળેટીમાં આવેલા રેસ્ટ હાઉસોમાં એસઓજી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતંુ. જેમાં 17 રેસ્ટ હાઉસોમાં ક્ષતિઓ બહાર આવતા સંચાલકોને એનસી નોટિસો આપી હાલોલ એસડીએમ અને મામલતદારને રિપોર્ટ કરાયા છે.

પાવાગઢના હિન્દુસ્તાન ગેસ્ટહાઉસમાં સુરતના હીરા દલાલે ઝેરી દવાની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરવાની ઘટનામાં દિવ્યભાસ્કરે ઘટનાનું જીરો ગ્રાઉન્ડથી અહેવાલ પ્રસિદ્ધ કરાતા હિન્દુસ્તાન ગેસ્ટહાઉસ વગર પાસ પરવાને હાલોલનો સટ્ટા કિંગ ઈમ્તિયાઝ પઠાણ ચલાવતો હોવાનું સપાટી પર આવ્યુ હતુ. જેથી જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ ચેકીંગ કરવાના આદેશને લઈ પીઆઇ કે.પી.જાડેજાએ પાવાગઢના રેસ્ટહાઉસો, હોટેલો સઘન ચેકીંગ હાથ ધરતા 17 રેસ્ટહાઉસ ગેરકાઉદેસર હોવાનું તપાસ માં બહાર આવ્યુ છે.

જેનો હાલોલ એસડીએમ અને મામલતદારને રિપોર્ટ કરાયો છે. જેમાં હિન્દુસ્તાન ગેસ્ટહાઉસના સંચાલક નાસિર અને ઈમ્તિયાઝ આજસુધી વગર પાસ પરવાને ચલાવતા હોવાનું સપાટી પર આવતા જિલ્લા પોલીસ પણ ચોંકી ગઈ છે. જિલ્લા પોલીસે અસામાજિક તત્વો સામે લાલઆંખ કરી કડક કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહયો છે. કેટલાક બુટલેગરો

...અનુ. પાન. નં. 2

17 ગેસ્ટહાઉસોના સંચાલકોને નોટિસો આપી

જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર ખાસ આગામી દિવસોમાં આવનાર દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇ કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે પાવાગઢના રેસ્ટ હાઉસોઆ ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં 17 ગેસ્ટહાઉસો ના સંચાલકોને નોટિસો આપી પ્રાંત કચેરી એ રિપોર્ટ કરાશે અને હિન્દુસ્તન ગેસ્ટહાઉસ ના સંચાલક પાસે કોઈ પરવાનો મળ્યો નથી. કે.પી.જોડેજા, SOG પીઆઇ

સુરતના હીરા દલાલે હિન્દુસ્તાન ગેસ્ટહાઉસમાં આત્મહત્યા કરી હતી એ ગેસ્ટ હાઉસ વગરપાસ પરવાને ચાલતું હોવાનું એસઓજીની તપાસ માં બહાર આવ્યું છે. તસવીર મકસુદ મલીક

પાવાગઢના PSIની બદલી ગોધરા કરાઇ છે

વિઝીલન્સ દ્વારા પાવાગઢ પોલીસની હદ વિસ્તારમાં આવેલા શિવરાજપુર ખાતે દારૂની રેડ કરી કવોલિટી કેસ થવાને લઈ શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે પાવાગઢના પીએસઆઈ બી.પી પટેલની ગોધરા લિવરીઝર્વ બદલી કરી તપાસ હાથ ધરાઈ છે. પાવાગઢ પી.એસ આઈ તરીકે એસ.એમ. લાસનની નિમણુક કરાઈ છે.ડો લીના પાટીલ, જિલ્લા પોલીસ વડા પાંચમહાલ

X
Halol - latest halol news 022645
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી