તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સતર્ક છતાં દારૂબંધીના ધજાગરાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવાગઢ પોલીસે મોડી રાત્રે સ્થાનિક બુટલેગરો દ્વારા ટપલાવાવ ગામની સીમમાં આવેલ ખેતરમાં પંજાબથી વિદેશી દારૂ ભરેલું ટ્રેલર મંગાવ્યુ હતુ. અને નાના વાહનોમાં કટિંગ થાય તે પહેલાં જ પોલીસે છાપો મારતા ચારથી પાંચ ઈસમો ભાગી ગયા હતા. તપાસ કરતા પોલીસને ટ્રેલરમાં અનાજની ભૂંસી ભરેલી થેલીઓ નીચે સંતાડેલો દારૂની એક હજાર પેટીઓ મળી આવી હતી. 48 હજાર દારૂની બોટલો કિ.રૂ. 48 લાખતથા 15 લાખનું ટ્રેલર મળી કુલ રૂ. 63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે સ્થાનિક બુટલેગરો દિનેશ ગોવિંદ રાઠવા રહે.ટપલાવાવ, વિપુલ ગુરજી રાઠવા, રહે.નવા કુવા સહિત ટ્રેલર ચાલક વિરુદ્ધ પ્રોહિબિસનનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ટ્રેલરમાંથી ઝડપાયેલો દારૂનો જથ્થો કોઈ અજ્ઞાત સ્થળ પર રાખી પ્રેસમીડિયાને દૂર રાખતા પોલીસ કામગીરીની પારદર્શકતા સામે અનેક સવાલોએ સ્થાન

...અનુ. પાન નં. 2

જિલ્લા પોલીસની લાલ આંખ છતાં પાવાગઢ વિસ્તારમાં દારૂની રેલમછેલ : રૂ. 63 લાખનો મુદ્દામાલ જપ્ત
પાવાગઢથી અડધા કરોડનાે દારૂ ભેરલું ટ્રેલર ઝડપાયું
પાવાગઢ પોલીસે ટપલાવાવ ગામે ખેતરમાંથી વિદેશીદારૂ ભરેલું ટ્રેલર ઝડપી પાડયું હતું ટ્રેલરમાં ભૂસું ભરેલી થેલીઓ દેખાય છે દારૂનો જથ્થા થી પોલીસે પ્રેસ મીડિયાને દુર રખાયા હતા તસવીર મકસુદ મલીક

બૂટલેગર વિપુલ રાઠવા સામે પાંચ કેસ નોંધાયા છે
પાવાગઢના કુખ્યાત બુટલેગરો દિનેશ ગોવિંદ રાઠવા અને વિપુલ ગુરજી રાઠવા વિરુદ્ધ પાવાગઢ, રાજગઢ સહિતના પોલીસ મથકોમાં દારૂના ગુન્હા નોંધાયા છે. વિપુલ રાઠવા સામે પાવાગઢ પોલીસમાં ચાર, રાજગાઢ પોલીસ મથકમાં એક અને દિનેશ સામે બે ગુન્હા નોંધાયા છે છતા સ્થાનિક પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે તડીપાર કે પાસા જેવી કાર્યવાહી ન કરાતા બુટલેગરો બેફામ બન્યા છે

પોલીસને બાતમી આપવા તૈયાર નથી
પાવાગઢ વિસ્તારમાં દારૂનું નેટવર્ક ચલાવતો બુટલેગર વિપુલ રાઠવાની આસપાસના વિસ્તારોમાં એટલી ધાકધમકી છે કે તેની પોલીસને કોઈ બાતમી આપવા તૈયાર નથી. અગાઉ હાલોલના તાત્કાલિક સીપીઆઇ બાજપાઈએ ટપલાવાવમાંથી વિપુલનો દારૂનો જથ્થો ભોંયરામાંથી ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...