તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Halol
  • હાલોલના પાલિકા ફાયર સ્ટેશનમાં 10 વાહનોમાંથી બેટરીની ચોરી

હાલોલના પાલિકા ફાયર સ્ટેશનમાં 10 વાહનોમાંથી બેટરીની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ વડોદરા રોડ પર આવેલા પાલિકાના ફાયર સ્ટેશનમાં પાર્ક કરવામાં આવેલ આઠ ટ્રેકટરો, એક જે.સી.બી, અને વેકયુમમાં લાગેલી 10 બેટરીઓની ચોરી થતા પાલિકા તંત્રમાં હડકંપ મચ્યો છે. જેમાં ત્રણ ટ્રેકટરો નવાજ હોવાનું જાણવા મળેલ છે. હમેશા વિવાદોના વાદળોમાં ઘેરાયેલી પાલિકા ફાયર સ્ટેશનના વાહનોમાંથી બેટરીઓની ચોરીથી ટોક ઓફથી ટાઉન બની છે. બેટરીઓની ચોરી અંગે હાલોલ શહેર પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પાલિકાના સત્તાધીશોએ ગંભીરતા ન દાખવી તસ્કરો વિરુદ્ધ એફઆર કે ગુન્હો નહીં નોંધાવતા અનેક પ્રશ્નો સાથે ચર્ચાઓએ સ્થાન લીધું છે. ફાયર સ્ટેશનમાં રાત્રે ચોકીદાર હોવા છતાં તસ્કરો વાહનોમાં ફિટ કરેલી બેટરીઓ સિફતપૂર્વક સેરવી જતા ચોકીદારી સામે પણ સવાલ ઉભા થયા છે .

હાલોલ વડોદરા રોડ પર આવેલા નગર પાલિકાના ફાયરસ્ટેશનમાં પાર્ક કરેલા ૧૦ વાહનોમાંથી બટેરીઓની ચોરી થઇ હતી. તસવીર મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...