• Home
  • Madhya Gujarat
  • Panchmahal
  • Halol
  • Halol - નગરમાં વસતા ઝારોળા જ્ઞાતિના તમામ લોકો માતાજીના મંદિર ખાતે હર્ષોલ્લાસભેર રીતે ઉમટી પડ્યા હતા

નગરમાં વસતા ઝારોળા જ્ઞાતિના તમામ લોકો માતાજીના મંદિર ખાતે હર્ષોલ્લાસભેર રીતે ઉમટી પડ્યા હતા

ઉજવણી હાલોલ હિમજામાતાના મંદિરે હવનથી છઠની ઉજવણી કરાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:25 AM
Halol - નગરમાં વસતા ઝારોળા જ્ઞાતિના તમામ લોકો માતાજીના મંદિર ખાતે હર્ષોલ્લાસભેર રીતે ઉમટી પડ્યા હતા
હાલોલ શહેરમાં આવેલા ગાંધી ચોક ખાતે શ્રી હિમજા માતાનું મંદિરે ભાદરવા સુદ છઠ ને દિવસે માતાજીના યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં વસતા ઝારોળા જ્ઞાતિના કુળદેવી શ્રી હીમજામાતાજીની છઠની ઉજાણી શનિવાર પર્વે હોવાથી નગરના ગાંધીચોક ખાતે આવેલ માતાજીના મંદિરને રોશનીથી શણગારી પરિસરમાં હવન યજ્ઞ હોવાથી મંદિર ખાતે મંડપથી સજી દેવાયો અને યજ્ઞકુંડ બનાવી વહેલી સવારથીજ માતાજીના મંદિરે વિવિધ પ્રકારના અલગ અલગ કાર્યકમો યોજાયા હતા.જેમાં 6 યુગલ પૂજા માં બેઠાં હતા હવન કરી મોટી સંખ્યામાં જ્ઞાતિ જનોઈ ભાગ લીધો હતો

જ્યારે યજ્ઞ બાદ સાંજે ઝારોળાની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. નગરમાં વસતા ઝારોળા જ્ઞાતિના તમામ લોકો માતાજીના મંદિર ખાતે લોકો હર્ષોલ્લાસભેર રીતે ઉમટી પડ્યા હતા.માતાજીની ઉજાણી હોવાને પર્વે વહેલી સવારે 6:30કલાકે માતાજીને કેસર સ્નાન કરાવ્યું બાદ માતાજીની 8:30 કલાકે આરતી કરીને 10:00કલાકે માતાજીના યજ્ઞનો પ્રારંભ કરાયો અને બપોરે 5:00 કલાકે આ હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી અને મહા આરતી સાંજે 7:00 કલાકે ઝારોળાજ્ઞાતિ ની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.હાલોલ નગરમાં વસતા ઝારોળા જ્ઞાતિના તમામ લોકો માતાજીના મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.

હાલોલમા હિમજા માતાના મંદિરે ભાદરવા સુદ છઠેે માતાજીના યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. તસવીર મકસુદ મલીક

X
Halol - નગરમાં વસતા ઝારોળા જ્ઞાતિના તમામ લોકો માતાજીના મંદિર ખાતે હર્ષોલ્લાસભેર રીતે ઉમટી પડ્યા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App