નુરપુરા શાળામાં ભોજન બરાબર ન અપાતા વાલીઓનો હોબાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ તાલુકાની નુરપુરા ગામની પ્રાથમિક શાળામાં શાળા આચાર્ય બરાબર નહી હોવાથી તથા શાળામાં ભણતા 90 ઉપરાંત બાળકોને મધ્યાહન ભોજન બરાબર નહી અપાતા શાળામાં ભણતા બાળકોના વાલીઓએ આ બાબતની રજુઆત કરવા છતાં તેનો કોઇ નિકાલ નહી આવતા ગુરુવારે વાલી શાળા ખાતે દોડી આવી હોબાળો મચાવ્યો હતો. અત્રે નોંધનિય છેકે શાળામાં વાલીઓના હોબાળા અંગે શાળા સંચાલક મહેશભાઇ વરીયાનો દિવ્ય ભાસ્કરના પ્રતિનિધીએ ટેલીફોનિક સંપર્ક કરતા તેઓનો સંપર્ક થયો ન હતો.

હાલોલના નુરપુરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં આચાર્ય બરાબર નહી હોવાથી તેને બદલવા માટે તથા મધ્યાહન ભોજનમાં બાળકોને પુરતુ પોષણક્ષમવાળો ખોરાક નહી પિરસવા અંગેની બાળકોએ પોતાના વાલીઓને જાણ કરતા વાલીઓ એકત્રિત થઇ શાળામાં જઇ રજુઆત

...અનુસંધાન પાના નં.2

શાળા સંચાલકોનો વિરોધ કર્યો
નૂરપુરા શાળાના પ્રશ્નો બાબતે લોકોએ શાળા સંચાલકોનો વિરોધ કર્યો હતો. બહિષ્કાર કરી સરકારના કાયદા મુજબ શિક્ષણકાર્ય નથી થતુ, તેમજ મધ્યાહન ભોજન ગુણવત્તાયુકત ન હોવાના આક્ષેપો પણ કરી રહયા છે જે નીતિનિયમ મુજબ થવું જોઈએ. મીનાબેન રાઠવા, જન વિકાસ સંસ્થા

અન્ય સમાચારો પણ છે...