અજાણ્યા આઇશર ચાલકે બોલેરો ગાડીને ટકકર મારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલ તાલુકાના મધવાસ અલીન્દ્ર પાસે મંગળવારના રોજ હાલોલ શામળાજી હાઇવે ઉપર અજાણયા આઇશર ચાલકે બોલેરો ગાડીને ટકકર મારતા હાઇવે ઉપર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. બોલેરો ગાડીના ચાલકને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને લઇ જવાયો હતો. અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. - જયવીર સોલંકી

માં-બાપને ભુલશો નહી દિકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ
ફતેપુરાના હોળી ચકલા વિસ્તારમાં ફતેપુરા ડૉક્ટર એસોસિએશન દ્વારા માં-બાપને ભુલશો નહી દિકરી વ્હાલનો દરયો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મયુર પંચાલના મધૂર કંઠે લોકોએ કાર્યક્રમનુ રસપાન કર્યુ હતું. : તસવીર રીતેશ પટેલ

આણંદ કોેમર્સ કોલેજમાં વાર્ષિક શિબિર યોજાઇ
આણંદ | શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજ, આણંદ એન.એસ.એસ. વિભાગનો વાર્ષિક શિબિર સત કૈવલ મંદિર સૂરકુવા મેકામે શિબિર મંદિરના મહન્ત કૃપાલદાસના ગુરુ મોતીરામદાસના અધ્યક્ષ સ્થાને યોજાયોે હતો. જેમાં બાળ રમત, બાળગીતો, બાગ બગીચાના કાર્યક્રમો, વૃક્ષ રોપણ કાર્યક્રમ વગેરે કાર્યક્રમો યોજાયા હતા.

ચરોતર મિલ્લત ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં રમતોત્સવ ઉજવાયો
આણંદ | આણંદ ખાતે આવેલી શાળા ચરોતર મિલ્લત ઇંગ્લીશ મિડીયમ સ્કૂલમાં પ્રિ-પ્રાયમરીમાં રમતઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં નાના ભુલકાઓએ ખૂબ ઉત્સાહ અને આનંદભેર ભાગ લીધો હતો. બાળકોએ ખૂબ આનંદ માણ્યો હતો. તમામ શિક્ષકોએ એકબીજાને સહયોગ આપ્યો હતો.

આંકલાવની રાધેશ્યામપુરા શાળામાં યોગ સેમિનાર યોજાયો
આંકલાવ | જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આણંદ સંચાલિત આંકલાવ તાલુકાની રાધેશ્યામપુરાની પ્રા.શાળામાં પતંજલી યોગપીઠ આયોજીત યોગ સેમિનાર યોજાયો હતો. જેમાં યોગ ટ્રેનર નિકુલ રાજ દ્વારા શાળાના 150 જેટલા બાળકો તથા 6 શિક્ષકો સહિત ઉપસ્થિત એસ. એમ. સી સભ્યો તથા વાલીઓને યોગની તાલીમ આપી હતી. શાળાના શિક્ષક રાજુભાઈએ આભારવિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...