તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલમાં લીગલ સર્વિસિઝ કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ લીગલ સર્વિસીજ ઓથોરીટી નાલ્સા નવી દિલ્હીની સુચના અનુસાર અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદની અનુશ્રામાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ પંચમહાલ ગોધરા તરફથી તા.24 જૂનના રોજ વી.એમ. સ્કૂલ કેમ્પસ હાલોલમાં લીગલ સર્વિસીજ કેમ્પ યોજાયો હતો. ભારે વરસાદ થયો છતાં પણ મોટી સંખ્યામાં શહેરીજનો અને ગ્રામજનોનો ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો.

કેમ્પમાં આશરે 5 હજાર જેટલા વ્યકિતઓએ લાભ લીધો તેમજ 4332 લાભાર્થીઓને રૂ.5,15,21,212ની કાનુની સેવાઓ અને વિવિધ યોજનાકીય લાભો અપાયા હતા. વિકટીમ કોમ્પેનસેશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, સંકટ મોચન, વિધવા સહાય, વૃદ્ધ સહાય, વિકલાંગ સહાય, મામેરૂ સહાય, સાધન સહાય જેવી યોજનાકીય લાભોની સાથે મફત કાનુની સહાય, મનરેગા, મા- કાર્ડ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, વિવિધ દાખલાઓ, બેન્કીગ, ઇન્સ્યોરન્સ, લર્નિગ લાયસન્સ તેમજ આરોગ્ય ચકાસણી જેવી સર્વિસીસનો લાભ પણ એક જ પ્લેટફોર્મથી 36 જેટલા સ્ટોલ્સ મારફતે અપાયો હતો. આ પ્રસંગે રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર, જિ,કલેકટર ઉદિત અગ્રવાલ, જિ.વિકાસ અધિકારી, જિ.પોલીસવડા, નાયબ વન સંરક્ષક, ડો.આર.એન.કરનાણી સહિત જી.ના ન્યાયધિશો, વકીલો સહિત મોટીસંખ્યામા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

છેવાડાના અને વંચિતોને આ કેમ્પથી મોટો લાભ થશે
પ્રિ કેમ્પ એકટીવીટીજ મારફત આ કેમ્પ બાબતે લોકોમાં જનજાગૃતિ લાવવામાં આવેલ અને તેથી કેમ્પમાં લોકોનું ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. અને છેવાડાના અને વંચિતોને આ કેમ્પના આયોજનથી મોટો લાભ થશે. એ.ડી.ઓઝા, મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિ.કા.સે.સ.મં.પંચમહાલના અધ્યક્ષ

આ શિબિરમાં વિવિધ યોજનાના ફોર્મ ભરવામાં લાભાર્થીઓને સહાય કરવામાં આવે છે
આ પ્રસંગે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના મેમ્બર સેક્રેટરી એચ.એસ.મેલાયાની આ કેમ્પમાં ઉપસ્થિત રહયા હતા. અને તેઓએ જણાવ્યુ હતુ કે નાલ્સાના નિર્દેશો મુજબ કાનુની સેવાઓ સાથે વિવિધ લાભો લાભાર્થીઓને મળી તેઓ આ શિબીરનો હેતુ છે અને અહીં એક જ સ્થળેથી વિવિધ યોજનાકીય લાભોની જાણકારી,માર્ગદર્શન ઉપરાંત તેમને યોજનાના ફોર્મ ભરવામાં પણ સહાય કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...