ચેલાવાડામાં બલી આપવા પ્રયાસ કરતા બે સામે ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબાનાચેલાવાડા સ્થિત બાબાદેવ મંદિર ખાતે બે બકરાઓ સાથે બલી ચઢાવવાના પ્રયાસો કરનાર સામે ઘોઘંબા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. બે અલગ અલગ કેસ નોંધી 4 હજારના બે બકરા કબજે લઇ સુરક્ષીત પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. નોંધનીય છેકે, બે દિવસ અગાઉ દયાનંદ સ્વામી દ્વારા બે દિવસ સુધી ચેલાવાડા ખાતે ધામા નાંખી બલી પ્રથા બંધ કરવા માટેના પ્રયાસો આદર્યા હતા.

ઘોઘંબાના ચેલાવાડા સ્થિત બાબાદેવ આદિવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. તાજેતરમાં કણાર્ટક બેંગલોરની જીવદયા સંસ્થાના કન્વીનર દયાનંદસ્વામી દ્વારા ઘોઘંબા તાલુકાના ચેલાવાડા સ્થિત બાબાદેવના પ્રાચિન મંદિર ખાતે વર્ષોથી ચાલતી બલીપ્રથાને બંધ કરવા માટે તથા આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવાના આશય સાથે તા.12 જુનને રવિવારે રેલી યોજી આદિવાસીઓને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. આમ કર્ણાટકના દયાનંદ સ્વામી દ્વારા બે દિવસ સુધી ચેલાવાડાખાતે ધામા નાંખી બલી પ્રથા બંધ કરવા માટેના પ્રયાસો આદર્યા હતા. બીજી તરફ ગત રોજ તા.14 જુનના રોજ ઘોઘંબા પોલીસ દ્વારા બલી માટે ચેલાવાડા ખાતે બે બકરાઓ સાથે બલી ચઢાવવાના પ્રયાસો કરનાર સામે લાલઆંખ કરી હતી. હાલોલ તાલુકાના નાની કંટેલી ગામના પ્રભાતભાઇ બાબરભાઇ બારીયા તથા એમપીના ઉજડ ગાના રમેશ પારસીંગભાઇની અટકાયત કરી હતી. તેઓ પાસેથી બલી માટે લઇને આવેલ બે બકરાનો કબજો લઇ ઉપરોકત બંને વિરુદ્ધ પ્રાણી ક્રુરતા નિવારણ અધિયનિયમની કલમ સાથે ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. અંગે રણજીતનગરના જમાદાર છત્રસિંહ તથા બળવંત પ્રભાતભાઇ બે અલગ અલગ કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં બે બકરા જેની કિમત રૂપિયા 4 હજાર ગણી બંનેવ બકરા કબજે લઇ સુરક્ષીત પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.

બાતમી મળતા કાર્યવાહી થશે

^પોલીસઆવા બલીના ગુનાઓમાં બાતમી મળતા કે જાણ થતા તેને અટકાવવાના પ્રયાસોથી કરી ગુનો નોંધી છે. અગાઉ પણ પ્રાણીક્રુરતા નિવારણ અંગે ચેલાવાડા ખાતેના ગુનાઓ નોંધાયેલ છે. પોલીસ હંહમેશા કાર્યરત છે અને ગત તા.14 જુનના રોજ જમાદારોને બાતમી મળતા તેઓ દ્વારા બે ગુનાઓ નોંધી બે જીવોને બચાવ્યા છે. અને બલી માટે લઇને આવેલ બે ઇસમોની ધરપકડ કરી છે તથા બે બકરાનો પાંજરાપોળમાં રવાના કરવામાં આવ્યા છે. >કે.કે.ડીંડોર,પોસઇ, ઘોઘંબા

કોઇપ્રોત્સાહન અપાતું નથી

^બલીપ્રથા મારા દાદાના વખતથી ચાલતી આવે છે. એટલે છેલ્લા 120 વર્ષથી ચાલે છે. તે મારી ધ્યાનમાં છે. અને પ્રથા માટે લોકો સ્વૈચ્છાએ સ્વયંભૂ આવે છે. તે માટે મંદિર તરફથી કોઇ પ્રોત્સાહન આપવામા આવતુ નથી. તંત્ર કે જીવદયાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવતા પ્રયાસો માટે અમારો કોઇ વાંધો નથી. હમણા સ્વામીજી દ્વારા રેલી યોજી આદિવાસીઓને સમજાવવામાં આવ્યા હતો હવે કેટલો સુધારો થાય છે તે સમય બતાવશે. >બાબાદેવ મંદિરનાઅગ્રણી

બે કેસ નોંધી, 2 બકરા કબજે લઇ પાંજરાપોળમાં મોકલ્યા

દયાનંદ સ્વામી દ્વારા બલી પ્રથા બંધ કરવા પ્રયાસો આદર્યા હતા

ચેલાવાડા ખાતે બકરાઓ સાથે બલી ચઢાવવાના બે સામે ફરિયાદ નોંધી બકરા કબજે લઇ પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. } સુરેન્દ્રશાહ

અન્ય સમાચારો પણ છે...