• Gujarati News
  • કિશોરીને SMS કરનાર બે યુવક સામે ફરિયાદ

કિશોરીને SMS કરનાર બે યુવક સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલતાલુકાની કિશોરીને મોબાઇલ ઉપર એસએમએસ કરી પોતાની સાથે સબંધ બાંધવા ધમકી આપવાના બનાવે ચકચાર મચી ગઇ હતી. બીજી તરફ કિશોરીએ હાલોલ પોલીસ મથકે મુસ્લિમ યુવાન અને તેના મિત્ર વિરૂદ્દ ફરિયાદ આપતા પોલીસે એકની ધરપકડ કરીહતી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હાલોલ તાલુકામાં રહેતી અને વડોદરાની એક કોલેજમાં અભ્યાસ કરતી કિશોરી સાંજના સમયે હાલોલની એક કોમ્પ્યુટર ક્લાસમાં સાંજના સમયે જાય છે. અંગે કિશોરીએ આપેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, કોમ્પ્યુટર ક્લાસમાં કોમ્પયુટરનું શિક્ષણ આપતા શિક્ષક બે મહિના પહેલા પોતાના મોબાઇલ ફોન ઉપર એસએમએસ કર્યો હતો. જેમાં છેલ્લે આઇ લવ યુ લખ્યુ હતું. જેની જાણ તેણીની એક બહેનપણીને થઇ હતી.

શિક્ષકે કરેલા એસએમએસની જાણ બે મુસ્લિમ યુવકો જે કિશોરીની બહેનપણીના ફ્રેન્ડ છે તેઓને થઇ હતી. ગમે તે ભોગે કિશોરીને પોતાની બનાવવા અને સંબંધ રાખવા સોહીલ મુસ્લીમ સૈયદ (રહે કિશોર નગર અરાદ રોડ હાલોલ) તથા તેનો મિત્ર શબ્બીર સલીમ તાઇ (રહે પાવાગઢ રોડ હાલોલ) નાઓ ગત તા 15 નવેમ્બરના રોજ સાંજના સમયે કોમ્પ્યુટરના ક્લાસીસ જઇને કોમ્પ્યુટરના શિક્ષકને જણાવેલકે મારે તેણીની સાથે ફ્રેન્ડશીપ છે. તમારે વચ્ચે આવવુ નહી, ત્યારે યુવતી આવી જતા તેણીએ મારે સાહેબ સાથે કોઇ સંબંધ નથી. તેઓ માત્ર મારા શિક્ષક છે.

જેથી સોહીલ યુવતીને જણાવ્યુ કે જો તુ મારી સાથે ફ્રેન્ડશીપ નહી રાખે તો હુ મારા હાથની નસ કાપી નાંખીશ અને ત્યાર બાદ કિશોરીના મોબાઇલ પર એસ એમ એસ કરેલ કે હુ તને બીજા કોઇની સાથે નહી જોઇ શકુ તુ મારી છે અને મારી રહીશ. મેસેજ વાંચતાજ યુવતી ગભરાઇને રડતી રડતી ધરે ગઇ હતી. અને પોતાના માતા પિતાને સંપૂર્ણ વિગતો જણાવી પોતાને મુસ્લીમ યુવક હેરાન પરેશાન કરીને પજવે છે. જેથી માતા પિતાએ પોતાની દિકરી સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં બંન્ને આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવીએ પોલીસ યુવતીની ફરીયાદ દાખલ કરીને એકની ધરપકડ કરી હતી. ફરીયાદી બાળા સગીર હોય આરોપીઓ વિરૂધ્ધ પોલીસે પોસ્કો કલમ લગાવી હતી.