• Gujarati News
  • કાલોલમાં કટર વાગતાં 1ને ઇજા

કાલોલમાં કટર વાગતાં 1ને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ

કાલોલમાં કટર વાગતાં 1ને ઇજા

કકાલોલતાલુકાનાસમા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ મહોબતસિંહ ચાવડા (ઉવ.30) કાલોલ જીઆઇડીસીના પ્લોટ નં- 152માં કામ કરતા હતા. દરમિયાન અચાનક તેઓના બન્ને હાથ ઉપર કટર વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તેઓને તાત્કાલીક વડોદરાની વીન્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વાહનની ટક્કરે 1નું મોત

પોલીસપાસેથીમળતી માહિતી મુજબ હાલોલ તાલુકાના ધાબા ડુંગરી ગામ પાસેના વળાંક ઉપર અજાણ્યા વાહન ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને રણછોડભાઇ કાળુભાઇ રાઠવાની મોટર સાઇકલને ટક્કર મારી હતી. જેના કારણે તેઓને શરીરે ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાતા અગાઉ ઘટના સ્થળ પર મોત થયું હતું.

હડફ નદીમાં 1નો મૃતદેહ મળ્યો

લીમખેડાપંથકમાંબે દિવસ અગાઉ વરસેલા અનરાધાર વરસાદને કારણે હડફ નદીમાં પુરની સ્થિતિ હતી. પુરમાં શરીરે લીલા રંગની ટી શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેરેલો અંદાજીત ત્રીસેક વર્ષનો યુવક તણાઇ આવ્યો હતો. ગુરૂવારે હાથીધરા મંદીર નજીકની મીની સિંચાઇ યોજના પાસે નદીના પાણીમાંથી અજાણ્યા યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો હતો.