• Gujarati News
  • અરાદમાં 3 મકાન ધરાશાયી થતાં 3 વિધવા મહિલા બેઘર

અરાદમાં 3 મકાન ધરાશાયી થતાં 3 વિધવા મહિલા બેઘર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલતાલુકામાં મુશળધાર વરસાદથી અરાદ ગામે ત્રણ વિધવા મહિલાઓના કાચા મકાનો ધરાશયી થતાં તેઓ બેઘર બની ગયા હતા.ઘટનાના ત્રણ દિવસ બાદ પણ તંત્રએ સ્થળ મુલાકાત નહી લઇને કોઇ સહાય નહી અપાતાં તેઓમાં નારાજગી છવાઇ હતી.

ભારે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના કાચા મકાનો ધરાશયી થવાના બનાવ બનતાં ગ્રામ્યપ્રજા ચિંતિંત બની છે.જેમાં હાલોલ તાલુકાના અરાદ ગામના કાચા મકાનો પણ બચ્યા નથી.ગામમાં રહેતી અને હયાત ટૂકી જમીનમાં મહેનત કરીને આજીવીકા મેળવતી ઉમેદબેન મંગળભાઇ બારીઆ,સોનાબેન નભાભાઇ પરમાર (રહે.બારીઆ ફળીયા),કાશીબેન રામરાભાઇ બારીઆ (રહે.અરાદની મુવાડી) કાચા મકાનમાં મુશ્કેલભયુઁ જીંદગી ગુજારે છે.ત્યારે તાજેતરના વરસાદથી તેઓના કાચા મકાન જમીનદોસ્ત થતાં અનુક્રમે રુ.બે લાખ,દોઢ લાખ,80 હજાર નુ આથિઁક નુક્સાની પહોચ્યુ છે.આ વિધવા મહિલાઓના સરસામાન વરસાદી પાણીમાં તણાઇ જવાની સાથે અન્ય સામગ્રી પણ ભીંજાઇ જતાં મુશ્કેલી પહોચીને બેઘર બન્યા છે.આવા દુ:ખદ અને ગંભીર બનાવથી અજાણ તંત્ર આજદિન સુધી આશ્વાસન માટે પણ રુબરુ મુલાકાતે પહોચ્યા નથી.કે કોઇ સહાય જાહેર કરી નથી.

અરાદમાં 3 વિધવા મહિલાઓના કાચા મકાનો ધરાશયી થયા હતા./મકસુદ મલીક

હાલોલ તાલુકામાં મુશળધાર વરસાદના કારણે ભારે તબાહી સર્જાઇ