• Gujarati News
  • પાવાગઢમાં નુક્સાનગ્રસ્ત સ્થળોએ મંત્રીની મુલાકાત

પાવાગઢમાં નુક્સાનગ્રસ્ત સ્થળોએ મંત્રીની મુલાકાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિપર્વની શરૂઆત પૂર્વે હાલોલમાં ભારે વરસાદથી પાવાગઢમાં રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થવા,રસ્તાઓનુ ધોવાણ તથા તેલીયુ તળાવ છલકાવવા જેવી ખાના ખરાબીની તપાસ માટે મંત્રીએ વિવિધ અધિકારીઓની ટીમે મુલાકાત લીધી હતી. જેમાં સમારકામની સૂચના આપી હતી.

છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન હાલોલમાં ભારે વરસાદ થતાં પાવાગઢ પંથકમાં જનજીવનને માઠી અસર થઇ છે. જેમાં રસ્તા તૂટફૂટ થવાની સાથે લોકોની સામગ્રીને નુક્સાની પહોંચાડી છે. જેમાં તળેટીથી માંચી પણ બાકાત રહ્યા નથી. તેલીયુ તળાવ છલકાતા નજીકનુ નાળાનુ ધોવાણ થયુ છે. રસ્તા પર ઠેરઠેર ખાડા સર્જાયા છે. જેના કારણે વ્યહાર થંભી જતાં પુનમના દર્શન માટે આવનાર શ્રધ્ધાળુઓને મુશ્કેલી થતાં પરત ફર્યા હતા. આવી વિપરીત સ્થિતીની માહિતી માટે શુક્રવારે ધારાસભ્ય અને માર્ગ-મકાન મંત્રી જયદ્રથસિંહ પરમારે પાવાગઢની મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારી ડી.એમ.પંડ્યા , કલેકટર પી. ભારથી, ડીડીઓ રતનકુંવર ગઢવી, પોલીસ વડા રાઘવેન્દ્ર, અધિકારીઓ જોડાયા હતા. મંત્રી જયદ્રથસિંહે આગામી નવરાત્રિમાં આવતા અસંખ્ય શ્રધ્ધાળુઓને કોઇ મુશ્કેલી પડે તેવી સવલતો આપવા ચર્ચા વિચારણા કરી હતી.

તળેટીથી ત્રણ બસો મુકાઇ

માંચીનજીક નાળુ ધોવાણ થયા બાદ ચાર દિવસથી વાહનવ્યવહાર બંધ થયા હતા સંદભેઁ તૂટેલા નાળાનું વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી સમારકામ કયુઁ છે.તળેટીથી સાત કમાન સુધી ત્રણ બસો ચાલુ કરાઇ છે.જેથી યાત્રાળુઓને રાહત રહેશેે.> કે.એમ.માલિવાડ

નવરાત્રિ પૂર્વે તકેદારી રૂપે ટીમ દ્વારા તપાસ

વરસાદી નુકસાન બાદ મંત્રી, કલેક્ટર દ્વારા તપાસ. /મકસુદ મલીક