• Gujarati News
  • દાહોદ LCB દ્વારા છરછોડા ગેંગનો રીઢો આરોપી ઝડપાયો

દાહોદ LCB દ્વારા છરછોડા ગેંગનો રીઢો આરોપી ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદએલસીબી પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. છરછોડા ગેંગનો આરોપી લૂંટ ધાડના આઠ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલમાં આવા રીઢા આરોપીઓને ઝડપી પાડવા માટે ઝુંબેશ ચાલી રહી છે.

પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે જિલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડાના માર્ગદર્શનમાં રીઢા ગુનેગારોને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. તેના ભાગ રૂપે દાહોદ એલસીબી પીઆઇ એચ.એલ સંગાડા અને તેમની ટુકડી વિવિધ વિસ્તારોમાં બાતમીને આધારે કોમ્બીંગ કરી કાર્યવાહી કરી રહી છે. ગઇ કાલે એલસીબી પીઆઇને ખાનગી બાતમી મળી હતી કે મુળ છરછોડાનો હાલમાં કાંટુ ગામે હોળી ફળિયામાં રહેતો બદીયા મગન ભાભોર તેના ઘરે રોકાયેલો છે. તે બાતમીના આધારે એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કવોડની ટુકડીઓએ એસઆરપી જવાનો સાથે કાંટુ ગામમાં કોમ્બીંગ હાથ ધરી છરછોડા ગેંગના રીઢા આરોપી બદીયા મગન ભાભોરને ઝડપી પાડ્યો હતો. આરોપી લૂંટ, ધાડના આઠ જેટલા ગુનામાં સંડોવાયેલો છે. તેણે લીમડી પોલીસ મથક, હાલોલ પોલીસ મથક, લીમખેડા, સુખસર, તેમજ અસલાલી પોલીસ મથકની હદમાં ગુના આચરેલા છે. જેથી પોલીસ વધુ ગુનાઓના ભેદ ઉકેલાવાની સંભાવના જોવાઇ રહી છે.

દાહોદ