• Gujarati News
  • કાલોલ મલાવ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર જપ્ત કરી

કાલોલ મલાવ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર જપ્ત કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલપોલીસે બુધવારે બપોરે કાલોલ મલાવ રોડ પરથી બાતમીને આધારે એક દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી લેવામાં સફળતા મળી હતી. જેમાં ~1,58,400નો દારુ ઝડપી પાડયો હતો. અંગે મળતી માહિતી મુજબ બુધવારે કાલોલ પેાલીસને હાલોલ નાયબ પોલીસ અધિક્ષક ભાવના પટેલની બાતમી અનુસાર પોસઇ હરપાલસિંહ ચૌહાણ અને તેમની ટીમ કાલોલ તાલુકાના મવાલ ગામના ત્રણ રસ્તા પર વોચ ગોઠવી હતી જયાં બપોરે દાહેાદથી વડોદરા જતી ઇનોવા કારને રોકીને તપાસ હાથ ધરતા તેમાંથી 35 પેટીમાં 708 નંગ બ્લેકહેડ બ્રાન્ડનો વિદેશીદારુ જેની આશરે કિ.~1.58 લાખનો જથ્થો મળી આવ્યો હતેા. કાલોલ પેાલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી હતી. તેમજ ~1,58,400નો દારૂ તથા કાર મળી ~6,58,400નો મુદામાલ જપ્ત કર્યો હતો.