• Gujarati News
  • હાલોલના ઇટવાડી પાસેથી ~7 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો જપ્ત: 1 પકડાયો

હાલોલના ઇટવાડી પાસેથી ~7 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો જપ્ત: 1 પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલપોલીસે ચોકકસ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી દેવગઢ બારીયાથી સાવલી વિદેશીદારૂનો જથ્થો લઇ જતા આઇસર ટેમ્પોને ઝડપ્યો હતો. જેમાં દારૂની 190 પેટી કિ.~6,79,200, મોબાઇલ ફોન, રોકડા ~1750 સહિત ~15 લાખના મુદામાલ સાથે ચાલકની પ્રોહિ. ગુનામાં ધરપકડ કરી હતી.

હાલોલ પીઆઇ વી.આર.બાજપાઇને બાતમી મળેલ કે દેવગઢ બારીયાથી વિદેશીદારૂ ભરીને એક આઇસર ટેમ્પો હાલોલ થઇ સાવલી તરફ જવાનો છે. બાતમીને પગલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બોમ્બે હાઉસ પરોલી ચોકડી અને ઇંટવાડી ગામ પાસે મોડી રાત્રે વોચ વોઠવી હતી. દરમિયાન ઇંટવાડી ગામ પાસે બાતમીવાળો ટેમ્પો આવી પહોંચતાં તેને ઉભો રાખી તપાસ કરતાં ટેમ્પોના પાછળના ભાગે ખાલી જણાતાં પોલીસ પણ અચંબામાં પડી હતી. બાતમીદારના જણાવ્યા મુજબ ટેમ્પોના પાછળના ભાગમાંથી એક ભાગમાં પાર્ટિશન કરેલું હતું. તેમાં વિદેશીદારૂની પેટીઓની હકકીતના પગલે પાર્ટિશન ખોલતાં અલગ અલગ માર્કાની વિદેશીદારૂની પેટીઓ તેમજ બિયરના ટીનની 190 પેટીઓ 2772 બોટલ જેની બજાર કિ.~6,79,200 મળી આવેલ. દારૂ તેમજ ~1000નો મોબાઇલ, રોકડા ~1750 તેમજ ~15 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ ~21,81,950નો મુદામાલ જપ્ત કર્યો હતો. સાથે ટેમ્પો ચાલક ધર્મેન્દ્ર વાલજી પરમાર(રે. આતીરા, તા. કરજણ)ની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો દેવગઢ બારીયાથી રાજુ નામના ઇસમે ભરાવ્યો હતો. અને કરજણ ચંદ્રલોક સોસાયટીમાં રહેતા વિશાલ પટેલને ત્યાં ઉતારવાનો હતો.

બૂટલેગરો નવાનવા કિમીયા અપનાવી રહ્યા છે

^બૂટલેગરો દારૂની ફેરાફેરી માટે રોજ નવા નવા કિમીયા કરે છે. ઝડપાયેલ વિદેશીદારૂનો ટેમ્પો પાછળથી જોતાં ખાલીખમ લાગે પરંતુ બોડીના ચોથા ભાગ સુધી આબેહુબ કેબીનનો પાછળનો ભાગ દેખાય તેવા નટબોલ્ટથી પાર્ટિશન કરાયું હતું. જેમાં દારૂની પેટીઓ છુપાવેલી હતી. જોકે બાતમીદારની ચોકસાઇના પગલે ઓપરેશન સફળ રહ્યું હતું. >વી.આર.બાજપાઇ, પીઆઇ હાલોલ

હાલોલના ઇટવાડી ગામ પાસેથી દારૂ સાથે ઝડપાયેલ ટેમ્પો ચાલક. /તસવીર મકસુદમલીક