• Gujarati News
  • આશા વર્કરની 5 દિવસીય તાલીમ

આશા વર્કરની 5 દિવસીય તાલીમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદતાલુકા આરોગ્ય કચેરીમાં આશા વર્કરોની પાંચ દિવસીય તાલીમનો આરંભ થયો છે.

દાહોદ તાલુકા આરોગ્ય કચેરીમાં તારીખ 8 સપ્ટેમ્બર, સોમવારથી આશા વર્કરોની પાંચ દિવસીય તાલીમનો કાર્યક્રમ શરૂ થયો છે. આશા વર્કર એક એવી મહિલા કાર્યકર છે જે વિવિધ યોજનાઓને જન સામાન્ય સુધી પહોંચાડે છે. આશા એટલે ‘એક્રીડેટેડ સોશ્યીલ એન્ડ હેલ્થ એક્ટીવીસ્ટ’. મહિલા વર્કરો તેમના વિસ્તારમાં ગરે ઘરે ફરીને કામગીરી કરે છે અને તેમની કામગીરીના સાપેક્ષે તેંમને મહેનતાણુ આપવામાં આવે છે. આવા દાહોદ તાલુકાના આશા વર્કરોને ઘરે માતા અને બાળ સંભાળ કેવી રીતે રાખવી તેની સમજ આપવામાં આવી રહી છે. જનની સુરક્ષા, જનની સુરક્ષા સહાય, ચિરંજીવી યોજના વગેરે જેવી આરોગ્ય લક્ષી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તેની માહિતી આપવામાં આવે છે. જેથી તે ગામડે ગામડે પહોચાડી શકાય અને ગ્રામ જનો તેનો લાભ મેળવી શકે. ઉપરાંત ટીબી, લેપ્રેસી, મલેરિયા મામલે આરોગ્ય વિભાગ કેવી રીતે કામગીરી કરે છે તેની વિસ્તૃત જાણકારી આશા વર્કરના માધ્યમથી પહોંચાડવાની તાલીમ ચાલી રહી છે.