• Gujarati News
  • પંચમહાલમાં વરસાદથી બંધ 69 માર્ગો 3 દિવસ બાદ ધમધમ્યા

પંચમહાલમાં વરસાદથી બંધ 69 માર્ગો 3 દિવસ બાદ ધમધમ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાત્રણ દિવસથી પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ત્રાટકેલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારના બે ગામને જોડતા આંતરિક 73 રસ્તા બંધ થતા વાહનવ્યહાર ઠપ્પ બની ગયો હતો.જેમજેમ પાણી ઓસરતાં જતા ધીરેધીરે વાહનો કાયઁરત થવાની સાથે ગુરુવારની સવાર સુધીમાં માત્ર ચાર રસ્તાઓ બંધ રહ્યા હતા.હવે આગામી સમયમાં ખાનાખરાબી થયેલા રોડ નુક્સાનીનો સવેઁ હાથ ધરાનાર છે.

ગત સોમવારથી ત્રાટકેલા વરસાદે સતત 48 કલાકથી પણ વધુ પોતાનુ રોદ્ર સ્વરુપ દશાઁવીને પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ઠેરઠેર પાણી પાણી કરી દીધા છે. સતત વહેતા જતાં વરસાદી પાણીએ નદી, નાળા, કોતર, તળાવમાં વિપુલ આવી આડેધડ ફંટાઇને બે ગામને જોડતાં રસ્તા ઉપરથી પસાર થતાં કોતર કે નદી ઉપર નાળુ કે કોઝવે ઉપર પાણી ફળી વળતાં મંગળવારે આંતરિક 73 રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ બની ગયો હતો.સતત અવિરત વરસાદથી માત્ર 7 રસ્તાઓ ખુલ્લા થયા હતા.ફરી રાત્રી દરમ્યાન પડેલા વરસાદથી બુધવારની સવારે 10 કલાક સુધી 66 જેટલા બંધ થતાં જાબૂઘોડાના જોટવડ, ડુમા, રાસ્કી, કાલોલના ડેરોલ સણસોલી, મોરવાના સુલીયાત મોરા, ભુવર, સાલીયા ખાબડા, નવાગામ, દેલોચ લુણાવાડાના દેગમડા ડોલરીયા, વાવીયાના મુવાડા, જયડી, આગરવાડા દલવાઇ, દાણીયા પાંપેલી, ધૂળેટા, ભલાડા, કનોડ ચણાસર, વડાગામ, સંતરામપુરના પાંચમુવા ફોફણ ફળીયા,ભમરી કુંડા વગેરેનારસ્તા ઉપર અવરજવર ઠપ્પ બની જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બાદ વરસાદના વિરામથી પાણી ઓસરતાં રસ્તાઓ રાત્રી સુધીમાં ધમધમતાં બન્યા હતા.

અસર |હજૂ 4 રસ્તાઓ પર પાણી રહેતાં વાહનવ્યવહાર ઠપ