• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાના ભોઇવાડામાં ગેરકાયદે બાંધકામ દુર કરવાની રજુઆત

ગોધરાના ભોઇવાડામાં ગેરકાયદે બાંધકામ દુર કરવાની રજુઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોઘરાના અકલેશ્વર મહાદેવ રોડ પરના ભોઇવાડામાં મંદિર પાસેની જમીન પર ગેરકાયદેસર બાંઘકામ થતું હોવાનો આક્ષેપ સ્થાનીક રહીશોએ ગોઘરા નગર પાલીકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી.

ગોઘરાના અકલેશ્વર મહાદેવ રોડ પર આવેલ ભોઇવાડામાં આવેલ મંદિરની જમીનમાં જુના મકાન તોડીને નવા મકાનના બાંઘકામમાં જાહેર રસ્તામાં દબાણ કરેલ છે.જેનાથી વિસ્તારના રહીશોએ ગોઘરા નગર પાલિકાને ગેરકાયદેસર દબાણ તોડી નાખવાની રજુઆત કરતું આવેદન પત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગેરકાયદેસર બાંઘકામના લીઘે કોઇ વાહન કે આગ લાગે તો ફાયર ફાઇટ પણ આવી શકે તેમ નથી. રહીશોને આવવા જવામાં તકલીફ પડી રહી છે.આ વિસ્તારમાં કેટલાક રહીશો એ નવું બાંઘકામમાં કરીને રસ્તામાં દબાણ કરેલ છે. જેની અગાઉ પણ અરજી કરી હતી. પાલિકાએ બાંઘકામ બંઘ કરવા નોટીસ પણ આપેલ હતી. તેમ છતાં બાંઘકામ ચાલુ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...