Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગરીબ કલ્યાણ મેળા અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક
આગામીઓગષ્ટ માસમાં જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળા અંગેની તૈયારીઓના ભાગ રૂપે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર કે.બી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં ત્રણે પ્રાંતના પ્રાંત અધિકારીઓ, તાલુકાના ટી.ડી.ઓ અને જિલ્લાના અન્ય અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહી સુચારૂ આયોજન અંગે ચર્ચા કરી હતી.
જિલ્લા કલેક્ટરએ વાસ્તવિક લાભાર્થીને છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાનો લાભ પહોંચે તે માટે અધિકારીઓને હાકલ કરી હતી. જુના લાભાર્થીઓ રીપીટ થાય તેની કાળજી રાખવા જણાવ્યું તેમજ લાભાર્થીઓ પાસે સોગંદનામુ કરાવવા પણ સૂચના આપી હતી અને જે-તે સબંધિત વિભાગો લાભાર્થીની પસંદગી કરી ડેટા એન્ટ્રી કરીને કયા પ્રકારનો લાભ આપવા માગે છે. ચેક કે કિટ આપવા માગે છે. તેની વિગતો જિલ્લા પંચાયત મહીસાગરને મોકલી આપવા જણાવવામાં આવ્યું હતું ગત ગરીબ કલ્યાણ મેળામાં કુલ 8.621 લાભાર્થીને લાભ આપવામાં આવ્યો હતો. લાભાર્થીની સંખ્યાની સાથે વધુ લોકો ગરીબ કલ્યાણ મેળામાં એકત્રિત થાય તે જોવા પણ સૂચના આપી હતી અને વરસાદની ઋતુ હોઇ મંડપ અને બેઠક વ્યવસ્થા પણ માર્ગ અને મકાન વિભાગને સાથે રાખી તૈયાર કરવા જણાવ્યું અને 50 જેટલી સાફલ્ય ગાથા તૈયાર કરીને સફળ લાભાર્થીને સ્ટેજ પર અનુભવો સેર કરવા સાથે મંડપમાં તેમની અલગ બેઠક વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.
ગત મેળામાં કુલ 8.621 લાભાર્થીને લાભ આપ્યો હતો